રાજકોટ શહેરમાં દિવસેને દિવસે સુસાઈડની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં રાજકોટના રેલ નગર વિસ્તારમાં રહેતી એક મહિલાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. 10 મહિના પહેલા જ મૃત્યુ પામેલી મહિલાના બીજા લગ્ન થયા હતા. આ બનાવ બનતા જ મહિલાના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. તો ચાલો જાણીએ મહિલાએ આ પગલું શા માટે ભર્યું.
સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો રાજકોટના રેલનગર વિસ્તારમાં મહર્ષિ દયાનંદ સરસ્વતી ટાઉનશિપમાં રહેતી 32 વર્ષીય રસીલાબેન નરેશભાઈ કેડિયા નામની મહિલા સાંજે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ મહિલાને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
અહીં હોસ્પિટલમાં રસીલાબેનએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આની જાણ થતા જ રસીલાબેન ના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા જ પ્રધુમનનગર પોલીસ તાત્કાલિક પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર ઘટનાના દિવસે સાંજે રસીલાબેને પોતાના પતિને ફોન કરીને જમવાનું શું બનાવું તેમ પૂછ્યું હતું. ત્યારે રસીલાબેન ના પતિએ જવાબ આપ્યો હતો કે છોકરાઓને જે ભાવે તે બનાવો તેમ કહેતા જ રસીલાબેનને ફોન કટ કરી નાખ્યો હતો. ત્યારબાદ નરેશભાઈ ફરી એક વખત રસીલાને ફોન કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેને ફોન ઉપાડ્યો નહીં. દીકરી જ્યારે શાળાએથી ઘરે આવી ત્યારે દરવાજાનું ઇન્ટર લોક બંધ હતો.
આ વાતની જાણ થતા જ નરેશભાઈ ઘરે પહોંચ્યા હતા અને બીજી ચાવીથી ઘરનો દરવાજો ખોલ્યો હતો. ત્યારે હોલમાં તેમની પત્ની રસીલા લટકતી હાલતમાં જોવા મળ્યું હતું. ત્યારબાદ તાત્કાલિક તેને નીચે ઉતારીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. મિત્રો તમને જણાવી દઈએ કે રસીલાબેનના પ્રથમ પતિથી છૂટાછેડા થઈ ગયા હતા.
તેમને સંતાનમાં એક આઠ વર્ષની દીકરી છે. તેમના માતા પિતા દૂધની ડેરી પાસે રહે છે. લગભગ 10 મહિના પહેલા રસીલાબેનના લગ્ન નરેશભાઈ સાથે થયા હતા. નરેશભાઈ ની પ્રથમ પત્નીનું કોરોનામાં અવસાન થયું હતું. આ ઘરના દીકરો અને દીકરી છે. નરેશભાઈ જ્વેલરી ની દુકાનમાં કામ કરે છે. રસીલા બેને આ પગલું શા માટે ભર્યું તેની હજુ કોઈ પણ ચોક્કસ માહિતી સામે આવી નથી. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસ કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment