પત્નીએ ટાંકામાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું, પત્નીના અંતિમ સંસ્કાર કર્યા બાદ પતિએ કંઈક એવું પગલું ભર્યું કે… આખું ગામ દોડતું થઈ ગયું…

મિત્રો દિવસેને દિવસે સમગ્ર દેશભરમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક પત્નીએ ટાંકામાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. પત્નીના અંતિમ સંસ્કાર કર્યા બાદ પતિએ કંઈક એવું પગલું ભરી લીધું કે આખું ગામ દોડતું થઈ ગયું હતું.

મળતી માહિતી અનુસાર આ ઘટના બાડમેર જિલ્લાના સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, 23 વર્ષીય ટીપુદેવી નામના મહિલાના લગ્ન ત્રણ વર્ષ પહેલા 25 વર્ષીય તગારામ નામના વ્યક્તિ સાથે થયા હતા. મળતી માહિતી અનુસાર લગ્ન બાદ સાસરીયાઓ ટીપુદેવીને દહેજ માટે ખૂબ જ ત્રાસ આપતા હતા.

દહેજના ત્રાસથી કંટાળીને ગુરુવારના રોજ રાત્રે ટાંકામાં કૂદીને ટીપુદેવીએ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાની જાણ પોલીસને શુક્રવારના રોજ થઈ હતી. તેથી પોલીસ પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ ટાંકા માંથી મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું. ટીપુ દેવીના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પત્નીના અંતિમ સંસ્કાર કર્યા બાદ ઘરે આવીને પતિએ ઝેરી દવા પીને પોતાનો જીવ ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો. ઝેરી દવા પીધા બાદ અચાનક જ પતિની તબિયત બગડી ગઈ હતી.

તેથી પરિવારના લોકો સારવાર માટે તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. હાલમાં હોસ્પિટલમાં તેની સારવાર ચાલુ છે. મળતી માહિતી અનુસાર દહેજના ત્રાસથી કંટાળીને ટીપુ દેવીએ પોતાનો જીવ ટૂકાવ્યો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસ કરી રહી છે. પતિએ ઝેર પીધા બાદ કહ્યું હતું કે મારે હવે જીવવું નથી મારે મારી પત્ની પાસે જવું પડશે.

પતિએ વધુમાં જણાવ્યું કે મારા પિતા સાથે જમીનના વિવાદના કારણે હું લગ્ન બાદ અલગ રહેતો હતો. હું અને મારી પત્ની શાંતિથી રહેતા હતા. છેલ્લા એક વર્ષથી બધું બરોબર ચાલી રહ્યું હતું. મારા ઘરે મારા પિતા ભાઈ અને કાકા આવતા ન હતા. મારે જમીન બાબતે મારા પિતા સાથે ઝઘડો થયો હતો. હું મારા ભાગની જમીન માગતો હતો પરંતુ મારા પિતા મને આપતા ન હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*