આજકાલ જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ જીવ ટૂંકાવાની ઘટનામાં એક 22 વર્ષની મહિલા તેના 8 મહિનાના દીકરા સાથે કુવામાં કૂદી ગઈ હતી. લોકો બંનેને બચાવે તે પહેલા તો બંનેના મૃત્યુ થઈ ચૂક્યા હતા. મૃત્યુ પામેલી મહિલાના પરિવારજનોનો આરોપ છે કે દીકરીનો જીવ લઈને તેને કૂવામાં ફેંકી દેવામાં આવી છે.
સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટના રાજગઢમાં મોતીપૂરા ગામમાં બની હતી. પોલીસનું કહેવું છે કે કૂવામાંથી માતા અને દીકરાનું મૃતદેહ મળી આવ્યું હતું. બંનેના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું છે. પોલીસે બંને પક્ષના નિવેદનો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃત્યુ પામેલી મહિલાના પરિવારજનોનું કેવું છે કે સાસરીયાઓ દીકરીને તેના બાળક સાથે રહેવા ન દેતા હતા.
સમગ્ર ઘટનાને લઈને પોલીસ જણાવ્યું કે, 22 વર્ષીય ઈન્દિરાબાઈ તંવરના ઘરે મંગળવારના રોજ સાંજે છ વાગ્યાની આસપાસ વિવાદ થયા હતા. સમગ્ર માથાકૂટ થયા બાદ ઈન્દિરાબાઈ ખૂબ જ ગુસ્સામાં હતી. રાત્રે બધા સૂઈ ગયા ત્યારબાદ તે પોતાના 8 મહિનાના દીકરા કુશને ઉપાડીને ઘર પાસેના કુવા તરફ ગઈ હતી.
અહીં તેને પોતાના દીકરા સાથે કુવામાં જમ્પ લગાવ્યો હતો. રાત્રે અચાનક જ પત્ની અને દીકરો ન દેખાતા પતિએ પોતાના પરિવારજનો અને માતા પિતા સાથે મળીને બંનેની શોધ કોણે શરૂ કરી હતી.કોઈકે જણાવ્યું હતું કે બંને કુવા તરફ જતા જોવા મળ્યા હતા. એના કારણે પરિવારના તમામ લોકો કુવા તરફ દોડી આવ્યા હતા. કુવામાં 8 મહિનાના દીકરાનું મૃતદેહ તરતું દેખાયું હતું.
ત્યારબાદ તાત્કાલિક ગામના લોકો કુવામાં કુદીયા હતા. ત્યારે લગભગ કૂવામાંથી 15 ફૂટ નીચે પાણીમાંથી મહિલાનું પણ મૃતદેહ મળી આવ્યું હતું. ત્યારબાદ બંનેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને બંને પક્ષના નિવેદન લીધા હતા.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી મહિલાના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતા. લગ્નના ઘણા વર્ષો પછી ઇન્દિરા ગર્ભવતી થઈ હતી. જ્યારે સાસરિયાવાળાઓ તેને સરખી રીતે રાખતા ન હતા તેથી તે પોતાના પિતાના ઘરે ચાલી ગઈ હતી. ઇન્દિરા હોસ્પિટલમાં બે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો અને તે પોતાના બાળકો સાથે પિયરમાં રહેતી હતી. જેમનું નામ લવ અને કુશ રાખવામાં આવ્યું હતું.
ડીલેવરીનો તમામ ખર્ચો પિયર પક્ષના લોકોએ ઉપાડ્યો હતો. પિયર પક્ષના લોકો ઈચ્છતા હતા કે માતા અને બંને દીકરાઓ થોડાક દિવસ તેમની સાથે રહે. પરંતુ સાસરિયાઓ આ વાત માનવા તૈયાર ન હતા. આ બાબતને લઈને બંને પરિવારો વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. વિવાદ શાંત પડ્યા બાદ મહિલાને પોતાના બંને બાળકો સાથે ડીલેવરી થયા બાદ તરત જ સાસરે જવું પડ્યું હતું.
મૃતકના પિતાનો આરોપ છે કે, સાસરે ગયા બાદ દીકરીના બંને બાળકો વેચાઈ ગયા હતા. એક બાળકને ઇન્દિરા રાખતી હતી અને બીજા બાળકને તેના સાસુ રાખતા હતા. આ બાબતને લઈને ઘણી વખત દલીલો પણ થતી હતી. જ્યારે ઇન્દિરાએ બીજા દીકરાને પોતાની સાથે રાખવાનું કહ્યું ત્યારે સાસરિયાંઓ તેને ત્રાસ આપતા હતા.
આટલું જ નહીં પરંતુ ઘણી વખત તેની ધુલાઈ પણ કરતા હતા. દીકરીના પિતાનો આરોપ છે કે સાસરિયાંઓએ મળીને દીકરીનો જીવ લઈ લીધો અને ત્યારબાદ તેને કૂવામાં ફેંકી દીધી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસ કરી રહી છે અને મહિલાએ પોતાના બાળક સાથે કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ ચોક્કસ માહિતી સામે આવી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment