ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ દિવસે અને દિવસે વધી રહે છે. ત્યારે ગોંડલના ગુંદાળા ચોકડી પાસે બે દિવસ પહેલા રાત્રે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવે છે. આ અકસ્માતની ઘટનામાં એક 34 વર્ષના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. મળતી માહિતી અનુસાર રાત્રે એકટીવા અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં એકટીવા પર સવાર 34 વર્ષના રવિભાઈ જયંતીભાઈ વાજા નામના યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ રવિભાઈ ને સારવાર માટે તાત્કાલિક ગોંડલની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ તેમની હાલત વધુ ગંભીર હોવાના કારણે તેમને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
ત્યાં રવિભાઈ બચી શકે તેમ નથી તેથી ડોક્ટરે પરિવારના લોકોને રવિભાઈને ઘરે લઈ જવાનું કહ્યું હતું. તેથી પરિવારના લોકો આઈ સી યુ એમ્બ્યુલન્સના મારફતે રવિભાઈને ઘરે લઈ જતા હતા. ત્યારે રસ્તામાં તેમની તબિયત વધારે બગડી ગઈ તેથી પરિવારના લોકો તેમને સારવાર માટે ગોંડલની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા.
હોસ્પિટલમાં હાજર ડોક્ટરે રવિભાઈને મૃત જાહેર કર્યા હતા. મૃત્યુના સમાચાર મળતા જ તેમના પરિવાર ઉપર આ તૂટી પડ્યું હતું. ત્યારબાદ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું. મૃત્યુ પામેલા રવિભાઈ મોવિયા ગોવિંદ નગર બસ સ્ટેશન પાસે રહેતા હતા. પરિવારમાં બે ભાઈઓમાં તેઓ મોટા હતા.
તેઓ મુખી પંપ પાસે ટીનિંગનો વ્યવસાય કરતા હતા અને તેઓ પોતાના પરિવારનો આધાર સ્તંભ હતા. રવિભાઈ ના લગ્ન છ વર્ષ પહેલા થયા હતા અને તેમને ચાર વર્ષનો દીકરો પણ છે. રવિભાઈના મૃત્યુના કારણે માત્ર ચાર વર્ષના દીકરાએ પિતાની છત્ર છાયા ગુમાવી છે. હાલમાં પરિવારની હાલત ખૂબ જ ગંભીર છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment