ઘરની બહાર રમવા જઈ રહેલા બાળક સાથે કંઈક એવું બન્યું કે, માતા-પિતા દોડતા થઈ ગયા…થોડીક વાર લાગી હોત તો આજે બાળક…

મિત્રો ઘણી વખત આપણી સામે એવી ઘટનાઓ બનતી હોય છે. જે સાંભળીને આપણે હચમચી જતા હોઈએ છીએ. ત્યારે આજે આપણે કેવી જ ઘટના વિશે વાત કરવાના છીએ. જ્યારે બાળકો નાના હોય ત્યારે માતા-પિતાને તેનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. કારણકે નાનકડી એવી ભૂલના કારણે આપણા બાળકોનો જીવ જોખમમાં મુકાઈ શકે છે.

ત્યારે ઘરની બહાર રમવા જઈ રહેલા 5 વર્ષના માસુમ બાળક સાથે કંઈક એવું બન્યું કે તેના માતા પિતા દોડતા થઈ ગયા હતા. આ કિસ્સો દરેક માતા પિતા માટે એક ચેતવણી રૂપ કિસ્સો છે. મળતી માહિતી અનુસાર પાંચ વર્ષનો માસુમ બાળક ઘરની બહાર રમી રહ્યો હોય છે.

ત્યારે અચાનક જ એક ખતરનાક કુતરાએ તેના ઉપર પ્રહાર કર્યા હતા. કુતરો બાળકના મોઢા પર, ગળા પર અને મોં પર મન ફાવે તેમ પ્રહાર કરે છે. જેના કારણે બાળક જોર જોરથી રડવા લાગ્યો હતો. દીકરાનો રડવાનો અવાજ સાંભળીને માસુમ બાળકની માતા અને પરિવારના લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

ત્યારબાદ પરિવારના લોકોએ માસુમ બાળકને કુતરાથી બચાવ્યો હતો. ત્યારબાદ આ કૂતરું અન્ય બે થી ત્રણ લોકોને કરડી ગયું હતું. ત્યારબાદ લોકોએ ભેગા મળીને કુતરા ઉપર પ્રહાર કર્યા અને તેનો જીવ લઈ લીધો. આ સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, પાંચ વર્ષનો કાર્તિક રવિવારના રોજ બપોરે ઘરની સામે રમી રહ્યો હતો.

ત્યારે અચાનક જ એક કૂતરાએ ત્યાં આવીને કાર્તિકના ગરદન ઉપર પ્રહાર કર્યા હતા. ત્યારબાદ કુતરો માસુમ બાળક ઉપર તૂટી પડ્યો હતો. કાર્તિકનો રડવાનો અવાજ સાંભળીને પરિવારના લોકો તેને બચાવવા માટે ઘરની બહાર દોડી આવે છે. પરિવારના લોકો કાર્તિકને કુતરાથી બચાવી લે છે.

ત્યારબાદ કૂતરાએ 25 વર્ષના એક વ્યક્તિ ઉપર પ્રહાર કર્યો હતો. પરિવારના લોકો તાત્કાલિક કાર્તિકને સારવાર માટે સરકારી ટીબી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યારબાદ ત્યાં બાળકની સારવાર કરવામાં આવી હતી. હાલમાં તો બાળકની તબિયત સારી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*