બકરીએ માણસ જેવા દેખાતા બચ્ચાને જન્મ આપ્યો, બચ્ચાને જોવા માટે દૂર દૂરથી લોકો આવ્યા – વીડિયો જોઈને તમે પણ ચોકી ઉઠશો…

મિત્રો સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જે તમે પહેલા ક્યારેય નહીં જોયો હોય. મિત્રો એક બકરીએ એવા બચ્ચાને જન્મ આપ્યો છે કે તેને જોવા માટે દૂર દૂરથી લોકો આવી રહ્યા છે. જેનો વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ ઘટના સિરોંજના સેમલખેડી ગામની છે. અહીં એક બકરીએ વિકૃત બાળકને જન્મ આપ્યો હતો. બકરીએ જન્મ આપેલા બચ્ચા નો ચહેરો માણસ જેવો જોવા મળી રહ્યો છે. બકરીના બચ્ચાને જોવા માટે આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં આવ્યા હતા. આ વિચિત્ર પ્રકારના બાળકને જોઈને ભલભલા લોકો ચોકી ઉઠ્યા હતા.

ઘણા લોકો એ તો બાળક નો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં પણ શહેર કર્યો હતો. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે બકરીના બચ્ચાનો ચહેરો ચશ્મા પહેર્યા હોય અને વૃદ્ધ માણસ હોય તેવો દેખાય છે. શુક્રવારના રોજ બકરીએ વિચિત્ર બચ્ચાને જન્મ આપ્યો હતો.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો સેમેલખેડાના નબાબ ખાન એક ખેડૂત છે. તેમની પાસે એક ભેંસ અને સાત બકરીઓ છે. આ બકરીએ પહેલીવાર એક લવારાને જન્મ આપ્યો છે. વિચિત્ર બચ્ચાને જન્મ આપ્યા બાદ ખેડૂત નબાબ ખાન ખૂબ જ ચિંતામાં છે.

તેમની આર્થિક પરિસ્થિતિ બહુ સારી નથી. મળતી માહિતી અનુસાર વિચિત્ર બાળકની હાલત ગઈકાલે નબળી થઈ ગઈ હતી. વાયરલ થયેલો વીડિયો જોઈને ઘણા લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ડોક્ટરોનું કહેવું છે કે આવા બાળકને હેડ ડિસફેસિયા કહેવાય છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આ પ્રકારનો કેસ 50000 માંથી એકને થાય છે. આવા કિસ્સાઓ ગાય ભેંસમાં મોટેભાગ જોવા મળે છે. પરંતુ બકરીમાં આવવા કિસ્સાઓ ક્યારેક જ જોવા મળે છે. ડોક્ટરોનું કહેવું છે કે આ પ્રકારના બાળકો જન્મે તે લાંબો સમય જીવતા નથી. આવા બાળકો વધુમાં વધુ એક અઠવાડિયાથી 15 દિવસ સુધી જીવી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*