ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે અંગદાનને લઈને જાગૃતતા આવી રહી છે. કન્યાદાન બાદ અંગદાનને મહાદાન માનવામાં આવે છે. ઘણી વખત કેટલાક લોકો અકસ્માતમાં અથવા તો તબીબી સારવાર મૃત્યુ પામતા હોય છે. જ્યારે પરિવારના કોઈ પણ સભ્યનું મૃત્યુ થયા ત્યારે પરિવારમાં માતમ છવાઈ જતો હોય છે. પરિવારના સભ્યોના મૃત્યુ બાદ કેટલાક પરિવારના લોકો અંગદાન કરીને માનવતા મહેકાવવાનું કાર્ય કરતા હોય છે.
ત્યારે હાલમાં બનેલો તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિના અંગદાનના કારણે ત્રણ વ્યક્તિઓને નવું જીવનદાન મળ્યું છે. તો ચાલો સમગ્ર કિસ્સાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ. તો આજે આપણે સુરતમાં બનેલા અંગદાનના કિસ્સાની વાત કરવાના છીએ. મિત્રો તમને જણાવી દઈએ કે 7 નવેમ્બરના રોજ એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી.
આ ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે 10 તારીખના રોજ બપોરના સમયે તેમનું નિધન થયું હતું. તેમના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. મૃત્યુ બાદ પરિવારના લોકોએ અંગદાન કરીને માનવતાની મહેક ઊભી કરી છે.
તેમની બે કિડની અને એક લીવરના ડોનેટના કારણે ત્રણ લોકોને નવું જીવનદાન મળ્યું છે. મિત્રો તમને જણાવી દઈએ કે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં માત્ર 14 દિવસમાં 7માં વ્યક્તિનું અંગદાન છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ, પામેલા વ્યક્તિનું નામ નવોદ રુપનારાયણ ઠાકુર હતું અને તેમની ઉંમર 44 વર્ષની હતી. તેઓ એક ખાનગી કંપનીમાં નોકરી કરીને પોતાના પરિવારનો ગુજરાન ચલાવતા હતા.
સાત નવેમ્બરના રોજ 2022 ના રોજ રાત્રિના સમયે તેઓ નવ વાગ્યાની આસપાસ રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે અજાણ્યા વાહને તેમને જોરદાર ટક્કર લગાવી હતી. આ અકસ્માતની ઘટનામાં તેમના માથાના ભાગે ગંભીર ઈચ્છા પહોંચી હતી. તેથી તેમને સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે તેમને 108 ની મદદ થી સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
જ્યાં ડોક્ટરની ટીમે સારવાર દરમિયાન તેમને બ્રેનડેડ જાહેર કર્યા હતા. તેમનું મૃત્યુ થયા બાદ સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા સોટોનો સંપર્ક કરીને અંગદાન કર્યું હતું. અમદાવાદથી ટીમ બોલાવવામાં આવી હતી અને નવોદ ભાઈની બંને કિડનીઓ અને લીવરનું દાન કરવામાં આવ્યું હતું. મૃત્યુ પામેલા નવોદયનું પરિવાર બિહારમાં હોવાના કારણે તેમના મૃતદેહને સરકારી ખર્ચે ખાનગી હોસ્પિટલમાં બિહાર લઈ જવામાં આવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment