બે દિવસ પહેલા છોકરા સાથે રિસોર્ટમાં આવેલી યુવતીનું મૃતદેહ એવી હાલતમાં મળી આવ્યું કે, પરિવારના લોકો દોડતા થઈ ગયા – જાણો શું છે સમગ્ર ઘટના…

હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક રિસોર્ટમાંથી એક યુવતીનું મૃતદેહ મળી આવતા ચારેય બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. મૃત્યુ પામેલી યુવતીનું નામ શિલ્પા ઝરિયા હતું. શિલ્પા નું મૃતદેહ રિસોર્ટની એક રૂમમાંથી રજાઈમાં લપેટાયેલી હાલતમાં મળી આવ્યું હતું. તે બે દિવસ પહેલા એક છોકરા સાથે અહીં રિસોર્ટમાં આવી હતી. હાલમાં પોલીસ યુવતી સાથે રિસોર્ટમાં આવેલા યુવકની શોધખોળ કરી રહી છે.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો જબલપુરના એક રિસોર્ટ માંથી મંગળવારના રોજ રૂમ નંબર પાંચમાંથી એક છોકરીનું મૃતદેહ મળી આવ્યું હતું. છોકરીના ગળા અને કાંડાના ભાગે ચીરા પડેલા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસને શંકા છે કે યુવતીનો જીવ લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે યુવતીની ઉંમર 21 વર્ષની આસપાસની હશે. બે દિવસ પહેલા યુવતી એક યુવક સાથે અહીં આવી હતી.

પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, રૂમ મેળવવા માટે આઈડી જમા કરાવ્યું હતું તે આઈડી નકલી હતું. પોલીસે સમગ્ર ઘટનાને લઈને રિસોર્ટમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. પોલીસ હાલમાં યુવતીની સાથે આવેલા યુવકની શોધખોળ કરી રહી છે. રિસોર્ટમાં યુવકે જમા કરાવેલા આઈડી મુજબ તે ગુજરાતનો રહેવાસી છે. યુવકનો છેલ્લો લોકેશન દેવાસમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

મળતી માહિતી અનુસાર શિલ્પા છેલ્લા ત્રણ વર્ષથી જબલપુરના ગોરખપુર વિસ્તારમાં ભાડાની રૂમમાં રહેતી હતી. પરિવારના લોકોનું કહેવું છે કે શિલ્પા બ્યુટી પાર્લરમાં કામ કરતી હતી અને પોતાનો ખર્ચો ઉઠાવતી હતી. 6 નવેમ્બરના રોજ શિલ્પા એક યુવક સાથે જબલપુરમાં આવેલા રિસોર્ટમાં આવી હતી. શિલ્પા એ અહીં પોતાનું નામ રાખી જણાવ્યું હતું. જ્યારે છોકરાનું નામ આઈડી પ્રમાણે અભિજીત પાટીદાર છે. રિસોર્ટ કાઉન્ટર પર તેમને 1500 રૂપિયા જમા કરાવ્યા બાદ તેમને પાંચ નંબરનો રૂમ આપવામાં આવ્યો હતો.

7 નવેમ્બર એટલે કે સોમવારના રોજ અભિજીતે રિસોર્ટમાં ડીલર કર્યું અને પછી બપોરે બહાર ગયો હતો. સાંજે 4:00 વાગે તે યુવતીને લઈને રિસોર્ટે પાછો આવ્યો હતો અને રૂમમાં બંને ગયા હતા. લગભગ અઢી કલાક બાદ એટલે કે સાંજે સાડા છ વાગ્યાની આસપાસ યુવક રિસોર્ટમાંથી બહાર નીકળ્યો હતો અને પછી પાછો આવ્યો ન હતો.

સ્ટાફને ખબર હતી કે છોકરી રૂમમાં છે. સોમવારે સાંજથી મંગળવાર બપોર સુધી રૂમનો દરવાજો ખુલ્યો ન હતો અને કોઈ પણ પ્રકારનો ઓર્ડર પણ મળ્યો ન હતો. જ્યારે યુવતી સાથે રોકાયેલો છોકરો પણ રિસોર્ટ પર પાછો આવ્યો ન હતો જેના કારણે સ્ટાફના લોકોને શંકા ગઈ હતી. તેથી તે લોકોએ યુવતીના રૂમનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ કોઈએ દરવાજો ખોલ્યો ન હતો.

ત્યારબાદ માસ્ટર કી વડે રૂમનો દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે રૂમની અંદરથી યુવતીનું મૃતદેહ મળી આવ્યું હતું. રૂમમાં બે દારૂની બોટલ પણ મળી આવી હતી જેમાં એક બોટલ ખાલી થઈ ગઈ હતી અને બીજી અડધી ભરેલી હતી. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*