થોડાક દિવસ પહેલા મોરબીમાં બનેલી દુર્ઘટનાએ સમગ્ર ગુજરાતની જનતાને હચમચાવી દીધી હતી. આ ઘટનામાં મોરબીમાં આવેલો ઝુલતો પુલ અચાનકડી તૂટી પડતા પુલ ઉપર હાજર સેકડો લોકો એક સાથે મચ્છુ નદીમાં પડ્યા હતા. આ ઘટનામાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અને ઘણા લોકોના બચાવ થયા હતા.
આ ઘટનામાં અનેક આખેને આખા પરિવારો ચાલ્યા ગયા છે. મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવ્યું હતું કે, સ્કૂલની કેપીસીટી કરતાં પણ તેના ઉપર વધારે લોકો હતા, જેના કારણે પુલ તૂટી પડ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. મોરબી દુર્ઘટનાને લઈને અનેક મોટા લોકોએ પોતાના નિવેદન આપ્યા છે.
સમગ્ર ઘટના બન્યા બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબી દુર્ઘટનાની સ્થળે મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા અને ત્યારબાદ મોરબીની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંભાળ લેવા માટે પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોરબી સિવિલ હોસ્પિટલમાં આવે તે પહેલા મોરબીની સિવિલ હોસ્પિટલમાં રંગકામ અને સમારકામના કેટલાક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા હતા.
વિડીયો વાયરલ થતા જ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લોકો કહેતા હતા કે પીએમ આવે છે એટલે આ બધું થાય છે. આ બાબતને લઈને વિરોધ પક્ષોએ ખાસ વિરોધ કર્યો હતો. ક્યારે આ બાબતને લઈને ગુજરાતના જાણીતા લોક ડાયરાના કલાકાર રાજભા ગઢવી પોતાનું નિવેદન આપ્યું છે.
લોક ડાયરાના કલાકાર રાજભા ગઢવીએ પોતાના ડાયરામાં મોરબી સિવિલ હોસ્પિટલમાં જે કામગીરી કરવામાં આવી હતી. તેને ખૂબ જ કડક શબ્દોમાં વખોડી કાઢી હતી. રાજભા ગઢવી એ કહ્યું હતું કે હું એક સાહિત્યકાર છું. હું કોઈ પાર્ટીનો માણસ નથી.
મને દુઃખ એ વાતનું થાય છે કે મોરબીમાં મોદી સાહેબ આવ્યા અને તાત્કાલિક હોસ્પિટલ તૈયાર થઈ એ માનવતા માટે અને ભારતીય સંસ્કૃતિ માટે કાળી ટિંલી કહેવાય આ હું જાહેરમાં કહું છું. વધુમાં રાજભા ગઢવીએ હોસ્પિટલ પ્રશાસન પર આંકડા પ્રહાર કર્યા હતા. રાજભા ગઢવીએ આપેલું નિવેદન હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે મોરબીમાં ગત 30 તારીખ ના રોજ સાંજના 6:30 વાગ્યાની આસપાસ અચાનક ઝુલતો પુલ તૂટી પડ્યો હતો. જેના કારણે 400થી પણ વધુ લોકો એક સાથે મચ્છુ નદીમાં ખાબકે હતા. મળતા આંકડા મુજબ આ ઘટનામાં 135 લોકોના મૃત્યુ થયા છે. અનેક લોકોની હજુ હોસ્પિટલમાં સારવાર ચાલુ છે અને આ ઘટનામાં અનેક હસતા ખેલતા પરિવારો વિખરાઈ ગયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment