ભાવનગરના આ મોટા ઉદ્યોગપતિ બાપ વગરની દીકરીના કરાવશે લગ્ન,ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપશે હાજરી અને દીકરીઓને કરિયારમા મળશે…

મિત્રો સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ઘણી જગ્યાઓ પર સમુહ લગ્નનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે ગુજરાતના મોટા મોટા ઉદ્યોગપતિઓ સમાજ કલ્યાણનું કાર્ય કરવા માટે સમૂહ લગ્ન કરી ભવ્ય આયોજન કરી માનવતાનું એક ઉદાહરણ પૂરું પાડતા હોય છે ત્યારે સુરતની અંદર ખૂબ જ મોટા ઉદ્યોગપતિ મહેશ

સવાણી પણ દર વર્ષે બાપ વગર ની દીકરી ના લગ્ન કરાવીને સમાજ કલ્યાણ નું કાર્યકર્તા હોય છે.ભાવનગર શહેરના ખૂબ જ મોટા ઉદ્યોગપતિ દ્વારા પણ આ વર્ષે એટલે કે આવતીકાલે ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવા જઈ રહ્યા છીએ અને ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે માતા-પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી 552

જેટલી દીકરીઓનો ખૂબ જ ભવ્ય રીતે સમૂહ લગ્નનું આયોજન કરી રહ્યા અને આયોજન ખૂબ જ મોટું છે.માનનીય ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ આ બધી દીકરીઓને આશીર્વાદ માટે ભાવનગર ખુદ પધારવાના છે. આ લગ્નના પ્રસંગ ની અંદર લગભગ સાડા ચાર લાખ જેટલા લોકો વધારે તેવી શક્યતા છે. અને આ

પ્રસંગમાં ખૂબ જ સારામાં સારું આયોજન કરવામાં આવ્યું છે.પિતાની છત્ર છાયા ગુમાવી બેઠેલી સર્વજ્ઞાતિના 552 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન મારુતિ ઇન્ફેક્સ ના ફાઉન્ડેશન ભાવનગર દ્વારા કરવામાં આવ્યું છે અને આ ભવ્ય આયોજનના પિતા ભાવ સાથે દિનેશભાઈ લખાણી અને સુરેશભાઈ લખાણી

દ્વારા ખૂબ જ ધામધુમથી કરવામાં આવ્યું છે. છેલ્લા છ મહિનાથી તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને એટલું જ નહીં દીકરીઓને અંદાજ બે લાખ રૂપિયા જેટલાનો કરિયાવર પણ આપવામાં આવ્યો છે જેમાં પલંગ કબાટ અને ઘરવખરીનો સામાન સાથે 103 વસ્તુઓનો સમાવેશ થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*