દેશમાં દિવસેને દિવસે જીવ લેવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે થોડાક દિવસ પહેલા બનેલી એક જીવ લેવાની ઘટના સાંભળીને તમારા પણ રુવાટા બેઠા થઈ જશે. મિત્રો તમને બધાને ખબર હશે કે એકમાં પોતાના બાળક માટે દુનિયાની મોટામાં મોટી મુસીબત સામનો કરતી હોય છે. પરંતુ તમે ઘણી એવી ઘટનાઓ સાંભળીએ છીએ જેમાં એક માતા જ પોતાના દીકરા અથવા તો દીકરીનો જીવ લઈ લેતી હોય છે.
ત્યારે હાલમાં બનેલી તેવી છે કે ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક માતાએ પોતાની 4 મહિનાની ફુલ જેવી દીકરીને કૂવામાં ફેંકીને તેનો જીવ લઇ લીધો હતો. આ ઘટના બનતા આજે ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી.સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટના 22 ઓક્ટોબરના રોજ છત્તીસગઢના બેમેટારામાં રાત્રે બની હતી.
23 ઓક્ટોબરના રોજ સવારે રાહી યાદવ નામની બાળકીનું મૃતદેહ ખોખરા ગામમાં કુવામાં તરતું જોવા મળ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ ગામના લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. મૃતદેહને કૂવામાંથી બહાર કાઢીને પરિવારના લોકો તેના અંતિમ સંસ્કાર કરવાના હતા.
પરંતુ પરિવારના લોકો અંતિમ સંસ્કાર કરે તે પહેલા આ ઘટનાની જાણ પોલીસને થઈ ગઈ હતી. તેથી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને માસુમ બાળકીના મૃતદેહને કબજે લઈ લીધું હતું. ત્યારબાદ પોલીસે મૃતદેહ નું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. આ કેસને લઈને પોલીસે સતત મૃતક બાળકીના પરિવારજનોની પૂછપરછ કરી હતી. ઘટનાનું એક અઠવાડિયું થઈ ગયું છતાં પણ પોલીસને કોઈ ચોક્કસ માહિતી મળી ન હતી.
ત્યારબાદ પોલીસ ફરી એક વખત 30 ઓક્ટોબરના રોજ મૃતક બાળકીના ઘરે પહોંચી હતી. કારણ કે પોલીસને આ ઘટનામાં સૌથી વધારે શંકા બાળકીની માતા બબીતા યાદવ ઉપર હતી. જેથી 30 ઓક્ટોબર ના રોજ પોલીસે બબીતા યાદવની ફરીથી પૂછપરછ કરી હતી. ભુજ પર જ દરમિયાન બબીતા યાદવ એ પોતાનો ગુનો કબુલ કર્યો હતો અને આ સમગ્ર ઘટનાને લઈને પોલીસને વિગતવાર વાત કરી હતી.
આરોપી બબીતા યાદવ એ જણાવ્યું કે, મેં મારી બાળકીને જીવતી કુવામાં ફેંકી દીધી. મેં આ એટલા માટે કર્યું કે કારણ કે હું મારા પતિ ચંદ્રપ્રકાશ યાદવના વર્તનથી ખૂબ જ કંટાળી ગઈ હતી. લગ્ન બાદ મારો પતિ મારા પિતા પાસે જમીન માગવાનું કહેતો હતો. પણ મેં તેને ના પાડી તેથી આ કારણોસર તે મારી સાથે વારંવાર નતનવી દલીલો કરતો હતો.
આરોપીએ જણાવ્યું કે અમારે પહેલેથી બે બાળકો છે. જ્યારે હું ત્રીજા મહિનાની ગર્ભવતી હતી. ત્યારથી મારો પતિ મને મારા પિતા પાસે જમીન માગવાનું કહેતો હતો. પણ મેં જમીન માગવાની ના પાડી દીધી હતી. પછી મારા પતિએ મારી સામે એક શરત મૂકી હતી કે જો તે જમીને નહીં માંગે તો તે ત્રીજા બાળકને નહીં સ્વીકારે.
ત્યારબાદ મેં રાહીને જન્મ આપ્યો હતો. આરોપીએ જણાવ્યું કે મેં બાળકીને જન્મ આપ્યા બાદ અને થોડાક દિવસ પહેલા 15 ઓક્ટોબર ની આસપાસ મારો પતિ ઘરે આવ્યો હતો. તેને મારી સાથે વાત ન કરી હતી. મને આ વાતનું ખૂબ જ દુઃખ થયું. આ પછી મારો પતિ મારી સાથે વાત કર્યા વગર પુણે ચાલ્યો ગયો હતો. આથી 22 ઓક્ટોબરના રોજ રાત્રે મેં મારી દીકરીને ઉપાડીને કુવામાં ફેંકી દીધી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment