આજકાલ સમગ્ર દેશભરમાં જીવ ટૂંકાવાની અને જીવ લેવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ઘણી વખત આપણી સામે અમુક એવી દર્દનાક ઘટનાઓ સામે આવતી હોય છે. જે સાંભળીને આપણા પણ રુવાટા ઉભા થઈ જતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક માતાએ પોતાના દીકરાનું ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો અને ત્યારબાદ પોતે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
આ ઘટના બનતા જ આખો પરિવાર દોડતું થઈ ગયું હતું. આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. માતાએ આ પગલું ભરતા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી. તેમાં કંઈક એવું લખ્યું હતું કે સાંભળીને તમે પણ હેરાન થઈ જશો. આ સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ હૃદય દ્રાવક ઘટના બરવાની છે.
અહીં એક મહિલાએ સૌપ્રથમ પોતાના 7 વર્ષના દીકરાનું ગળું દબાવીને તેનો જીવ લઈ લીધું અને ત્યારબાદ પોતે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. મહિલાએ આ પગલું ભરતા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી. જેમાં તેને લખ્યું હતું કે “હું મારી જાતથી નારાજ છું, મેં મારા પુત્રનું ગળો દબાવીને તેનો જીવ લઈ લીધો છે અને હું મારી જાતને ફાંસી આપું છું. મારો પરિવાર મને સપોર્ટ કરે છે. મેં જાતે જ આ પગલું ભર્યું છે.
મળતી માહિતી અનુસાર આ ઘટના સોમવારના રોજ બપોરે 2:00 વાગ્યાની આસપાસ બની હતી. તાલુન ગામના ખેડૂતો ચેતન જાટના ઘરમાંથી તેની 30 વર્ષીય પત્ની અંજલી જાટ અને 7 વર્ષીય દીકરા વાસુનું મૃતદેહ મળી આવ્યું હતું. મળતી માહિતી અનુસાર ઘરની એક રૂમમાં પત્નીનું મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યું હતું અને એ જ રૂમમાં માસુમ દીકરા નું પણ મૃતદેહ પડ્યું હતું.
ત્યારબાદ બંનેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર પોલીસને મહિલા પાસેથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. જ્યારે આ ઘટના બની ત્યારે મહિલા અને તેનો બાળક ઘરે એકલા હતા.
તેનો પતિ ખેતરે હતો. પતિએ પોતાની પત્નીને અનેક ફોન કર્યા પરંતુ કોઈ ફોન રિસીવ કર્યો નહીં. ત્યારબાદ તે ઘરે પહોંચી આવ્યો હતો ત્યારે ઘરનો દરવાજો બંધ હતો. જ્યારે પતિએ બારીમાંથી જોયું ત્યારે પત્ની અંજલી નું મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment