તમે બધા એશિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક મુકેશ અંબાણીને તો જરૂર ઓળખતા હશો. મુકેશ અંબાણી રિલાયન્સ કંપનીના માલિક છે. આ ઉપરાંત તેઓ નેચરલ ગેસ, પેટ્રોલિયમ, જીવો અને બીજી એવી ઘણી બધી કંપનીઓના માલિક છે. એક દિવસમાં મુકેશ અંબાણી કરોડો રૂપિયાની કમાણી કરે છે. મુકેશ અંબાણી અને તેમનું પરિવાર હંમેશા ચર્ચામાં રહેતું હોય છે.
મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે મુકેશ અંબાણીના કેરીના બગીચા પણ છે. આ કેરીના બગીચા માંથી મુકેશ અંબાણી ખૂબ જ મોટી કરોડોની કમાણી કરી રહ્યા છે. એક સમયે મુશ્કેલીના લીધે શરૂ થયેલો કેરીનો ધંધો માંથી આજે મુકેશ અંબાણી કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. મિત્રો કેરીનું વાવેતર શરૂ કરવા પાછળ એક ખૂબ જ રસપ્રદ કહાની છે. વિસ્તૃતમાં વાત કરીએ તો ગુજરાતની અંદર આવેલા જામનગરની અંદર રિલાયન્સની રિફાઇનરી આવેલી છે.
આ રિફાઇનરીના કારણે ખૂબ જ પ્રદૂષણ થતું હતું. વધતું જતું પ્રદૂષણ અટકાવવા માટે રિફાઇનરીની ચારે બાજુ કેરીના આંબા લગાવવામાં આવ્યા હતા. વર્ષ 1997માં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કંપનીને પ્રદૂષણ રોકવા માટે ઘણી બધી નોટિસો આપવામાં આવી હતી. આવી પરિસ્થિતિમાં વધતું જતું પ્રદૂષણ અટકાવવા માટે મુકેશ અંબાણીએ એક અનોખી રીતે શોધી હતી.
જેના પગલે મુકેશ અંબાણીએ રિફાઇનરીની આજુબાજુ અને રિફાઇનરીની અંદર અલગ અલગ જાતના કેરીના આંબાના વાવેતર કર્યા હતા. લગભગ પ્રતિ એકર કેરીની ઉપર લગભગ 10 મેટ્રિક ટ્રેન જેટલી આવે છે. રિલાયન્સ કંપનીની જામનગર પાસે આવેલી પડતર જમીન ઉપર અનેક આંબાવાના વૃક્ષ વાવવામાં આવ્યા હતા અને એક સરસ મજાની આંબાવાડી વર્ષ 1998 માં શરૂ કરવામાં આવી હતી.
અહીં કેરી ઉગાડવા માટે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આસપાસના વિસ્તારની અંદર ખારું પાણી જોવા મળ્યું હતું અને ખૂબ જ જોરદાર પવન પણ અહીં આવતો હતો. જેના કારણે રિલાયન્સ રિફાઇનરીની આસપાસ અને અંદરની બાજુ કેરીની ખેતી કરવી ખૂબ જ મુશ્કેલ હતી. પરંતુ આવી પરિસ્થિતિમાં કંપનીએ ટેકનોલોજીનો સહારો લીધો અને કેરીના બગીચા બનાવવાનો પ્રોજેક્ટ સફળ બનાવ્યું.
આ આંબાવાડીનું નામ ધીરુભાઈ અંબાણી લાખીબાગ અમરાઇ છે. અંબાણીની કંપની આર આઈ એલ મેંગો બ્રાન્ડના નામથી કેરી માર્કેટમાં વેચાઈ રહી છે. આ બગીચા ની અંદર કેરી ઉપરાંત ચીકુ, દાડમ, આમલી અને જામફળ જેવા વિવિધ પ્રકારના વૃક્ષો વાવવામાં આવ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment