મિત્રો આપણા દેશમાં ખાવાની ઘણી અલગ અલગ પ્રકારની ચીજ વસ્તુઓ મળે છે. ઘણા લોકો પોતાના રેસ્ટોરન્ટ અને હોટલને ફેમસ કરવા માટે નતનવી અને યુનિક વસ્તુઓ કરતા હોય છે. જેના કારણે તેમના રેસ્ટોરન્ટ અને હોટલ લોકોની વચ્ચે ફેમસ બની જતી હોય છે.
ત્યારે આજે આપણે ખાવાની એક એવી વસ્તુ વિશે વાત કરવાના છીએ જે તમે બધાને જરૂર ભાવતી હશે. મિત્રો તમે બધાએ સમોસા તો જરૂર ખાધા હશે. સમોસામાં ઘણા બધા પ્રકાર આવે છે. ત્યારે આજે આપણે 8 કિલોના વજનના બાહુબલી સમોસાની વાત કરવાના છીએ.
આ સમોસાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ 8 કિલોનું સમોસું ઉત્તર પ્રદેશના મેરઠમાં બનાવવામાં આવ્યું છે. જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. હવે આ દુકાનદાર 10 કિલોના સમોસા અને 5 કિલો જલેબી બનાવવાનું વિચારી રહ્યો છે.
મળતી માહિતી અનુસાર મેરઠ કેન્ટના લાલકુર્તી વિસ્તારમાં કૌશલ સ્વીટ્સની દુકાન છે. 1962થી ચાલતી આ દુકાન ખૂબ જ ફેમસ છે. પરિવારની ત્રીજી પેઢી આ દુકાન ચલાવી રહી છે. મળતી માહિતી અનુસાર શુભમ અને ઉજજવલ કૌશલ નામના બંને ભાઈઓ આ દુકાન ચલાવે છે.
બંને ભાઈઓએ મળીને ધનતેરસના દિવસે 8 કિલોનો સમોસા બનાવ્યો હતો. આ બાહુબલી સમોસો જોઈને ભલભલા લોકો ચોકી ઉઠ્યા હતા. મળતી માહિતી અનુસાર 8 કિલોના સમોસા બનાવવામાં 5 કલાકનો સમય લાગ્યો હતો. તપેલીમાં સમોસા બનાવવા માટે દોઢ કલાકનો સમય લાગ્યો હતો.
After all the Diwali sweets, my wife has ordered me to eat not more than one samosa today…… pic.twitter.com/WjuRObFD0T
— Harsh Goenka (@hvgoenka) October 26, 2022
સમોસાને પકડવા માટે ત્રણ કારીગરોનો સમય લાગ્યો હતો. આ સમોસાની કિંમત લગભગ 1100 રૂપિયા છે. આ સમોસા લગભગ 30 લોકો પેટ ભરીને ખાઈ શકે છે. હાલમાં આ બાહુબલી સમોસા સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment