ધોળા દિવસે રસ્તાની વચ્ચોવચ એક યુવકે બે સગા ભાઈઓ ઉપર તૂટી પડ્યો, બંનેના કરુણ મૃત્યુ… જીવ લેવાનું કારણ જાણીને હચમચી જશો…

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે જીવ લેવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવકે બે સગા ભાઈઓનો જીવ લઈ લીધો છે. આ ઘટના બનતા જ ચારે બાજુમાં તમે છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટના પશ્ચિમ કચ્છના છેવાડે આવેલા અબડાસા તાલુકાના નાનાએવા વાગોડ ગામે બની હતી.

અહીં બે સગા ભાઇઓનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. જેના કારણે સમગ્ર પથકમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર વાગોટના કોલીવાસમાં સવારે 10:00 વાગ્યાની આસપાસ ભરત નામના વ્યક્તિએ ધારદાર વસ્તુ વડે બંને ભાઈઓનો જીવ લઈ લીધો હતો.

મળતી માહિતી અનુસાર જૂની અદાવત રાખીને આરોપી યુવકે બંને ભાઈનો જીવ લઈ લીધો હતો. આરોપી યુવક મોટાભાઈ સાથે માથાકૂટ કરી રહ્યો હતો ત્યારે નાનો ભાઈ વચ્ચે પડે છે. ત્યારે ગભરાઈ ગયેલા આરોપીએ સૌપ્રથમ મોટાભાઈ ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા અને ત્યાર પછી નાનાભાઈ ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને બંનેનો જીવ લઈ લીધો હતો.

મળતી માહિતી અનુસાર આરોપી યુવકનું નામ ભરત કોલી છે. જ્યારે વિનોદ શાંતિલાલ કોલી અને કાનજી શાંતિલાલ કોલી બંને સગા ભાઈઓના આ ઘટનામાં મૃત્યુ થયા છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આરોપી ભરતે જૂની અદાવતનું મન દુઃખ રાખીને મૃતક ભાઈઓના ઘર પાસે બોલાચાલી કરી હતી.

ઝઘડો એટલો વધી ગયો કે આરોપીએ સૌપ્રથમ ધારદાર વસ્તુઓ વડે મોટાભાઈ કાનજી પર પ્રહાર કર્યા. તેને જોઈને નાનો ભાઈ વચ્ચે પડે છે ત્યારે આરોપી તેના ઉપર પણ ધારદાર વસ્તુ વડે પ્રહાર કરે છે. આ ઘટનામાં બંને ભાઈઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા આ કારણસર બંનેના મૃત્યુ નીપજ્યા હતા.

આ ઘટના બનતા જ મૃતક ભાઈઓના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. બંને પરિણિત ભાઈઓનો ધોળા દિવસે જીવ લેવામાં આવ્યો હતો. આ કારણોસર સમગ્ર ગામમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*