એક જ પરિવારના 6 સભ્યોની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું, 4 બાળકો માં વગરના થઈ ગયા…હે ભગવાન આવા દિવસો કોઈને ન બતાવતો..!

આજકાલ સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે ગુરૂવારના રોજ સવારે એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના 6 સભ્યોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ગંભીર અકસ્માતની ઘટનાના કારણે 4 બાળકો અનાથ થઈ ગયા છે.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો એક પરિવારના 10 સભ્યો ગુરુવારના રોજ સવારે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં અચાનક જ કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે કાર ચારથી પાંચ વખત પલટી ખાઈ ગઈ હતી અને એક વીજળીના થાંભલા સાથે જઈને અથડાઈ હતી.

આ ગંભીર અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના 6 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ અકસ્માતની ઘટનામાં એક જ પરિવારની 4 મહિલાઓ અને 2 બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા અન્ય 4 લોકોની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહે છે.

મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના ગુરૂવારના રોજ સવારે લગભગ 6.40 વાગ્યાની આસપાસ બની હતી. Up 78 BQ 3601 નંબરની ટવેરા કાર અચાનક જ પલટી ખાઈને ઇલેક્ટ્રિક થાંભલા સાથે અથડાઈ હતી જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. મૃત્યુ પામેલા તમામ લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. એક સાથે ગામમાંથી એક જ પરિવારના 6 સભ્યોની અર્થી ઉઠતા આખું ગામ ચડ્યું હતું.

આ દ્રશ્યો જોઈને અંતિમ સંસ્કારમાં હાજર તમામ લોકો ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા હતા. ગંભીર અકસ્માતની ઘટનાના કારણે ચાર માસુમ બાળકો અનાથ થઈ ગયા છે. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને અંતિમયાત્રામાં હાજર તમામ લોકોની આંખોમાં આંસુ હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*