મિત્રો ઓસ્ટ્રેલિયામાં t20 વર્લ્ડ કપ નો પ્રારંભ થઈ ચૂકેલો છે ત્યારે ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન દેશ સામે હતી અને આ સ્થિતિમાં અજંપા ભર્યા માંથી મેચ પસાર થઈ હતી પરંતુ ભારતીય લોકોની પ્રાર્થના ભારતીય ટીમના ખેલાડીઓ માટે કામ લાગી અને છેલ્લા બોલે પણ ભારતીય ટીમનો ભવ્ય વિજય થયો હતો.
આ વિજય થતા ની સાથે જ અલગ જ પ્રકારની ક્ષણો જોવા મળી હતી અને તે ખરેખર ભાગ્યે જ જોવા મળતી હોય અને દરેક ખેલાડીઓને આંખમાં આંસુ વહી રહ્યા હતા અને ટીમની જીતને લોકો વધાવી રહ્યા હતા. મિત્રો મેચની વાત કરવામાં આવે તો જ્યારે ભારત દેશના તેમના ખેલાડીઓ પીચ પર બેટિંગ કરવા આવ્યા હતા.
ત્યારે ભારત દેશની 31 રને ચાર વિકેટ પડી ગઈ હતી પરંતુ આખરે વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા ની ભાગીદારી ખૂબ જ જામી હતી. જેમાં વિરાટ કોહલી અનગમ 82 રન બનાવ્યા હતા. જે ટીમ માટે ખૂબ જ મહત્વના સાબિત થયા હતા. છેલ્લા બોલ સુધી મેં જેટલી રોમાંચક પરિસ્થિતિમાં હતી કે લોકોના હૃદયની ધડકણ પણ ઝડપી થવા લાગી હતી.
પવેલીયન ઉપર દાદરા ઉપર બેસીને ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા જ્યારે છેલ્લા બોલ સુધી રાહ જોઈ રહ્યા હતા ત્યારે ભારતીય ટીમના રવિ ચંદ્ર અસ્વીને છેલ્લા બોલ ઉપર ફોર મારી દેતા ટીમના ખેલાડીઓ મેદાન વચ્ચે આવી ગયા હતા અને રોહિત શર્મા વિરાટ કોહલી ને તેડીને જીતની ભવ્ય ઉજવણી કરી હતી.
બીજી તરફ હાર્દિક પંડ્યા ખૂબ જ ભાવુક થઈ ગયા હતા અને તેને મીડિયા સમક્ષ કહ્યું હતું કે મેં પાકિસ્તાન સાથેની મેચ પહેલા રાહુલ સરને કહ્યું હતું કે હું દસ મહિના પહેલા ક્યાં હતો અને ક્યાં છું. મારા માટે મોટી વાત એ છે કે તેને કહ્યું કે એક સમય તેના ફ્રેન્ડની બાજુમાં બેસીને ભારત પાકિસ્તાનની મેચ જોતા અને ત્યારે ભારતીય ટીમની જીતની ઉજવણી કરતા હતા અને આજે તે ખુદ આ ટીમમાં સામેલ છે અને તેને કહ્યું કે આ બધી તેના પિતાની મહેનતનું પરિણામ છે.
ત્યાં બાજુમાં ઊભેલા ઈરફાન પઠાણી હાર્દિક પંડ્યાને ગળે લગાવીને શાંત કરાવ્યો હતો અને બીજી તરફ ભારતીય ટીમના કોચ રાહુલ રવિ અને વિરાટ કોહલી બંને સાથે જોવા મળ્યા હતા અને એ સમય વિરાટ કોહલી નાના બાળકની જેમ રાહુલના ખંભા ઉપર મોઢું રાખીને રડી રહ્યો હતો અને આવી ક્ષણો ભાગ્યે જ મિત્રો જોવા મળતી હોય છે
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment