મિત્રો ગુજરાતી કલાકાર હવે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ ફેમસ થઈ રહ્યા છે. લાખોની સંખ્યામાં તેમના ચાહકો છે. મિત્રો તમે બધા ગુજરાતના જાણીતા સંગીત કલાકાર રાકેશ બારોટને તો જરૂર ઓળખતા હશો. ઘણા ઓછા લોકો જાણતા હશે કે રાકેશ બારોટનો મણીરાજ બારોટ સાથેનો અવાજ નજીકનો સંબંધ છે.
આજે આપણે રાકેશ બારોટ નો જન્મ કયા ગામમાં થયો છે અને તેમનો મણીરાજ બારોટ સાથે શું સંબંધ છે તેના વિશે વાત કરવાના છીએ. આખરે કઈ રીતે રાકેશ બારોટ ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર બન્યા તે પણ આજે આપણે જાણીશું. રાકેશ બારોટનો જન્મ પાટણ જિલ્લાના વરવાડા ગામમાં થયો હતો.
તેઓ જ્યારે 14 વર્ષની ઉંમરના હતા ત્યારે તેમને સંગીતમાં રસ લાગ્યો હતો. જ્યારે રાકેશ બારોટ ધોરણ આઠમાં અભ્યાસ કરતા હતા. ત્યારે તેમના મામા મણીરાજ બારોટ સાથે તેમને કેસટ બનાવી હતી. પરંતુ તે સમયે રાકેશ બારોટને ખૂબ જ રિસ્પોન્સ મળ્યો નહીં.મણીરાજ બારોટનું નિધન થયા બાદ ફરી એક વખત રાકેશ બારોટે પોતાની નવી શરૂઆત કરી હતી.
જીવનની નવી શરૂઆત કરી આબાદ રાકેશ બારોટની એક સારી એવી સફળતા મળી હતી. જ્યારે રાકેશ બારોટનું “સાજનને સંદેશ” ગીત આવ્યો ત્યારે તેમને ખૂબ જ સારી એવી સફળતા મળી હતી. આ ગીત લોકોને એટલું ગમ્યું કે મામા મણીરાજ બારોટના ભાણેજ તરીકે અને એક ખૂબ જ સારા એવા ગાયક કલાકાર તરીકે રાકેશ બારોટને લોકોએ સ્વીકાર્યો હતો.
ત્યાર પછી તો રાકેશ બારોટના એક પછી એક ગીત લોકોની વચ્ચે ખૂબ જ ફેમસ થઈ ગયા. ધીમે ધીમે રાકેશ બારોટે પોતાના મધુર અવાજથી સમગ્ર ગુજરાતની જનતાની દિલમાં પોતાનું સ્થાન મેળવી લીધું. મિત્રો તમને જણાવી દઈએ કે લાલ લાલ સનેડો જેવા ગીત ગાના મણીરાજ બારોટ રાકેશ બારોટના મામા છે.
રાકેશ બારોટ મણીરાજ બારોટના નામથી નહીં પરંતુ પોતાની મહેનત અને કળા હતી આગળ આવ્યા છે. રાકેશ બારોટ ના કુટુંબમાં ચાર ભાઈઓ છે તેમાં ત્રીજા નંબરે રાકેશ બારોટ. તેમનો અન્ય એક ભાઈ શૈલેષ પણ સિંગર છે. આજે રાકેશ બારોટની સૌ કોઈ લોકો જાણે છે અને રાકેશ બારોટએ ગાયેલા ગીત અનેક જગ્યાએ સંભળાતા હશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment