હાલમાં દિવાળીની રજાઓ ચાલી રહી છે. દિવાળીની રજામાં નાના ભૂલકાઓ પોતાના માતા પિતા સાથે ફરવા ફરવા જતા હોય છે. કેટલીક શાળાઓમાંથી તો સ્કૂલ પ્રવાસનું પણ આયોજન થતું હોય છે. પરંતુ અમુક વખત દિવાળીની વેકેશન ની મજા અમુક લોકો માટે સજા બની જતી હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે.
આ ઘટનામાં એક પરિવારમાં દિવાળીની ખુશીઓમાં માતમ છવાઈ ગયો છે. આ ઘટનામાં દીવના નાગવા બીચના દરિયામાં ડૂબી જવાના કારણે એક માસુમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના બન્યા બાદ બાળકના શિક્ષકોએ અને અન્ય લોકોએ બાળકની શોધવાની ઘણી કોશિશ કરી પરંતુ બાળક મળ્યો નહીં.
ઘટનાના બીજા દિવસે એટલે કે ગઈકાલે મોડી રાત્રે બાળકનું મૃતદે દરિયા કિનારેથી મળી આવ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. દીકરાના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો બનાસકાંઠાના લાખણીના જસરાની શાળામાંથી 120 વિદ્યાર્થીઓ તેમજ 10 શિક્ષકો સહિત કુલ ત્રણ બસ દીવ પ્રવાસે ગઈ હતી.
જ્યાં નાગવા બીચ પર ડૂબી જવાના કારણે એક વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓનું નામ ગર્વ મહેશભાઈ ત્રિવેદી હતું અને તેની ઉંમર 15 વર્ષની હતી. ગર્વ ધોરણ 10 ની અંદર અભ્યાસ કરતો હતો. તે પોતાના મિત્રો સાથે દરિયામાં નહાવા માટે ગયો હતો.
ત્યારે અચાનક જ ગર્વ પાણીમાં ડૂબી ગયો હતો. પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મૃત્યુ થયું હતું. બાળકનું મૃતદેહ મળી આવ્યા બાદ મૃતદેહને તેના વતન મોકલી દેવામાં આવ્યું હતું. બાળકના મૃત્યુ પહેલાનો એક વિડિયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
મસ્તી મસ્તીમાં મળ્યો મોત..! દીવના દરિયામાં મિત્રો સાથે પાણીમાં નહાતો 15 વર્ષનો બાળક ડૂબી ગયો, બાળકનું દર્દનાક મોત…જુઓ મૃત્યુ પહેલાનો વિડીયો pic.twitter.com/mLvMugqKea
— GUJJU ROCKZ (@gujju_rockz) October 23, 2022
જેમાં તમે જોઈ શકો છો કે ગર્વ કેવી રીતે પાણીમાં નહાવાની મોજ કરી રહ્યો છે. પરંતુ તેને ક્યાં ખબર હશે કે તેની આ મોજ આજે તેના માટે સજા બની જશે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment