ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. એક નામચીન બિલ્ડરે બિલ્ડીંગના 23માં માળેથી કૂદીને પોતાનું જીવન ટુંકાવી લીધું છે. આ ઘટના બનતા જ ચારેય બાજુ ખળભળાટ મચી ગયો હતો.
ઘટનાની માહિતી મળતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. મળતી માહિતી અનુસાર પોરવાલ ગ્રુપ તરીકે પ્રખ્યાત મુંબઈના બાંધકામ ઉદ્યોગના ખૂબ જ મોટા હસ્તી પારસ પોરવલે બિલ્ડીંગના 23 માં માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
પોલીસ હાલમાં સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહી કરી રહે છે. પારસ પોરવાલ સાઉથ મુંબઈના મશુહર બિલ્ડર હતા. પારસભાઈ પાસેથી કોઈપણ પ્રકારની સુસાઇડ નોટ મળી આવી નથી. પારસ ભાઈ નું મૃત્યુ થતાં જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. પારસ પોરવલનું ઘર મુંબઈના ભાયખલામાં આવેલું છે.
આજરોજ વહેલી સવારે પારસ ભાઈ બિલ્ડીંગના 23 માં માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. પોરવલ બિલ્ડર એન્ડ ડેવલોપર ગ્રુપ તરીકે ઓળખાતી નામચીન કંપનીના ડાયરેક્ટર પણ પારસ પોરવલ હતા. આ ઘટનાના સમાચાર મળતા જ અન્ય બિલ્ડર્સ અને ડેવલોપર્સમાં માતમ છવાઈ ગયો છે.
પારસ પોરવલે કયા કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી પોલીસ આ સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહી કરી રહે છે. સમગ્ર ઘટનાને લઈને એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પારસ પોરવલના જીમ માંથી એક સુસાઇડ નોટ મળી હતી. જેમાં એવું લખ્યું હતું કે તેના મૃત્યુ પાછળ કોઈ જવાબદાર નથી અને કોઈની પૂછપરછ થવી ન જોઈએ.
હાલમાં પારસ પોરવલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું છે. આ ઘટના બનતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃત્યુ પામેલા વ્યક્તિના સગા સંબંધીઓની પૂછપરછ કરીને મૃત્યુનું સાચું કારણ જાણવાનો પ્રયાસ કરી રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment