એમ્બ્યુલન્સ ન મળતા પિતાએ થેલામાં બાળકને નાખીને બાઇકની ડેકીમાં થેલો મુક્યો, પછી બન્યું કંઈક એવું કે… ઘટના જાણીને કાળજુ કંપી ઉઠશે…

હાલમાં બનેલી એક રુવાટા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં બાળકને મૃત્યુ બાદ એમ્બ્યુલન્સના મળતા લાચાર મા બાપ એવું પગલું ભરવા મજબૂર બન્યા કે સાંભળીને તમારું પણ કાળજુ કંપી ઉઠશે. આ ઘટના મધ્યપ્રદેશના સિંગરૌલીમાં બની હતી. અહીં તંત્રની બેદરકારી સામે આવી છે.

અહીં જિલ્લાની હોસ્પિટલમાં હોસ્પિટલ ઉપલબ્ધ ન હોવાના કારણે લાચાર માતા પિતાએ નવજાત બાળકના મૃતદેહ બાઇકની ડીકીમાં મૂકીને લઈ જવાની ફરજ પડી હતી. આ ઘટનાની ચર્ચા હાલમાં ચારે બાજુ ચાલી રહી છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો દિનેશ નામનો વ્યક્તિ પોતાના પરિવાર સાથે બ્રીજપુર ગામમાં રહે છે.

આ ગામ સિંગરૌલી હેડક્વાર્ટરથી 50 કિલોમીટર દૂર છે. લાચાર માતા પિતાએ આ સમગ્ર ઘટનાને લઈને કલેકટર ઓફિસ માં ફરિયાદ કરી હતી. ત્યારબાદ કલેકટરે એસડીએમને તપાસ માટેનો આદેશ આપ્યો હતો. તપાસ દરમિયાન એવો ખુલાસો થયો કે સાંભળીને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે.

દિનેશ નો આરોપ છે કે તે તેની પત્નીને જિલ્લાની હોસ્પિટલમાં લઈ ગયો હતો. ત્યાં હાજર ડોક્ટર સરિતાએ દિનેશને તેની પત્નીને ખાનગી ક્લિનિકમાં લઈ જવાનું કહ્યું હતું. હું ત્યાં ગયો ત્યારે મને 5000 રૂપિયા જમા કરવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ મારી પાસે માત્ર 3 હજાર રૂપિયા જ હતા.

મેં 5000 રૂપિયાની વ્યવસ્થા કરી અને મારી પત્નીને દાખલ કરાવી હતી. ત્યારે ખાનગી હોસ્પિટલમાંથી અમને પાછા જિલ્લાની હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. તેથી હું મારી ગર્ભવતી પત્ની સાથે જિલ્લાની હોસ્પિટલમાં આવ્યો હતો. અહીં હોસ્પિટલમાં મૃત બાળકનો જન્મ થયો હતો. ડીલેવરી પછી પત્નીની હાલત પણ સારી હતી નહીં.

પરિવારના લોકોએ બાળકના મૃતદેહને ગામડે લઈ જવા માટે એમ્બ્યુલન્સની માંગ કરી ત્યારે એમ્બ્યુલન્સ આપવામાં આવી ન હતી. ત્યારબાદ બાળકને મૃતદેહને એક થેલીમાં નાખીને બાઇકની ડેકીમાં મૂકી દીધું અને મદદ માટે પરિવારના લોકો કલેકટર ઓફિસ પહોંચ્યા હતા. કલેકટર એ આ સમગ્ર ઘટનાને લઈને તપાસ કરવાનો આદેશ આપી દીધો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*