તમને જણાવી દઈએ કે ગુજરાતમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે રવિવારના રોજ મોડી રાત્રે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદના જૈન પરિવારને પાલીતાણાથી દર્શન કરીને પરત ફરતી વેળાએ રસ્તામાં અકસ્માત નડ્યો હતો. કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતની ઘટનામાં 12 વર્ષે બાળક સહિત પાંચ લોકોના મૃત્યુ થયા છે. પરિવારના અન્ય બે બાળકોને સ્કૂલે પરીક્ષા હોવાના કારણે તેઓ ઘરે રહ્યા હતા તેથી તેઓ બચી ગયા છે. જોકે બે બાળકોએ હવે પોતાના માતા-પિતા અને એક ભાઈ ગુમાવ્યો છે. આ ઘટના બનતા જ ચારેય બાજુ માતમ છવાઈ ગયો છે.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો અમદાવાદના વિરાટ નગર પાસે મહાવીર રેસીડેન્સી માં રહેતા 41 વર્ષે મહાવીર જૈન પોતાની પત્ની રમીલાબેન, પુત્ર જૈનમ, સાળા નરેશ તથા સાસુ પુષ્પાબેન સાથે પાલીતાણા મહાતીર્થના દર્શન કરવા માટે ગયા હતા. પરિવાર દર્શન કરીને પરત આવી રહ્યો હતો. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટનામાં પરિવારના પાંચેય સભ્યોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા.
ગંભીર અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ઉપરાંત પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. તમામ મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને ભાવનગરની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને અમદાવાદ લાવવામાં આવશે.
મહાવીર જૈન મૂળ રાજસ્થાનના રહેવાસી છે. તેઓ પોતાના પરિવાર સાથે ઓઢવા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી રહે છે. તેઓ પોતાની પત્ની અને ત્રણ બાળકો સાથે રહેતા હતા. ગઈકાલે મહાવીર ભાઈ પાલીતાણા દર્શન કરવા ગયા ત્યારે પોતાના 12 વર્ષના દીકરાને પણ સાથે લઈ ગયા હતા.
આ અકસ્માતની ઘટનામાં 12 વર્ષના દીકરાનું પણ મૃત્યુ થયું છે. ગંભીર અકસ્માતની ઘટનાના કારણે મહાવીર ભાઈનો મોટો દીકરો આર્યન અને મોટી દીકરી આયુષીએ માતા પિતાની છત્રછાયા ગુમાવી છે. બંનેની પરીક્ષા આવવાના કારણે બંને પાલીતાણા ગયા હતા નહીં. અકસ્માતની ઘટના બન્યા બાદ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
માહિતી માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે રોંગ સાઈડમાં આવતા ટ્રકે મહાવીર જૈન ની કારને જોરદાર ટક્કર લગાવી હતી. ચક્કર એટલે જોરદાર હતી કે કારમાં સવાર તમામ લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા. આ અકસ્માતની ઘટનામાં કાર સંપૂર્ણ રીતે ભાંગીને ભૂકો થઈ ગઈ હતી. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment