મિત્રો તમે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. સોશિયલ મીડિયામાં તમે ઘણી વખત ટ્રેનમાં થયેલા ઝઘડાના ઘણા વિડીયો જોયા હશે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં ટ્રેનમાં થયેલા એક એવા ઝઘડાનો વિડીયો સામે આવ્યો છે. જે જોઈને તમારા પણ રુવાટા ઘડીક વખત ઉભા થઈ જશે.
મિત્રો આ ઘટનામાં એક વ્યક્તિને ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવે છે. આ સમગ્ર ઘટના નો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર ચાલતી ટ્રેનમાં થયેલી સામાન્ય બોલાચાલીમાં એક વ્યક્તિ બીજા વ્યક્તિને ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકી દે છે.
મળતી માહિતી અનુસાર આ ઘટના પશ્ચિમ બંગાળના વીરભૂમિમાં બની હતી. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો હાવડા-માલદા ઇન્ટરસિટી એક્સપ્રેસમાં બે યાત્રીઓ વચ્ચે સાવ નાની એવી બાબતમાં માથાકૂટ થઈ ગઈ હતી. ધીમે ધીમે બંને વચ્ચે થયેલી બોલાચાલી એટલી વધી ગઈ કે એક વ્યક્તિએ બીજા વ્યક્તિને ચાલતી ટ્રેનમાંથી બહાર ધક્કો મારી દીધો.
ત્યારબાદ આરોપી પોતાની સીટ ઉપર આવીને શાંતિથી બેસી ગયો. પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે આ ઘટના શનિવારના રોજ રાત્રિના સમયે ચાલતી ટ્રેનમાં બની હતી. સમગ્ર ઘટનાને લઈને એક રેલવે અધિકારીએ જણાવ્યું કે, રાત્રિના સમયે ચાલતી ટ્રેનમાં બે યાત્રીઓ વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. જોતા જોતામાં આ બોલાચાલી ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ હતી.
આ ઘટનાનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે bટ્રેનમાં બેઠેલા અન્ય મુસાફરે આ સમગ્ર ઘટના પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી હતી. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે બે વ્યક્તિઓ બોલાચાલી કરી રહ્યા છે અને ઝપાઝપી કરી રહ્યા છે. આ દરમિયાન એક વ્યક્તિને ખૂબ જ વધારે પડતો ગુસ્સો આવી જાય છે અને તે બીજા વ્યક્તિને ચાલતી ટ્રેનમાંથી બહાર ધક્કો મારી દે છે.
फुल स्पीड में थी ट्रेन, दो लोगों में हुई हाथापाई तो एक ने दूसरे को नीचे फेंक दिया, आरोपी गिरफ्तार #WestBengal #TrainAccident pic.twitter.com/fHR2u8HLHY
— All India News Today (@AINewsToday) October 17, 2022
મળતી માહિતી અનુસાર સદનસીબે ટ્રેનની બહાર પડેલા વ્યક્તિનો જીવ બચી ગયો છે. આ ઘટનામાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને તેની પૂછપરછ હાલમાં ચાલી રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment