મિત્રો ગુજરાતમાં ગીર સોમનાથના તાલાલા તાલુકાના ધાવા ગામમાં બનેલી ઘટનાએ સમગ્ર ગુજરાતની જનતાને હચમચાવી દીધી છે. અહીં એક સગા બાપ અને મોટા બાપુજીએ મળીને 14 વર્ષની માસુમ ધૈર્યા નામની દીકરીનો જીવ લઈ લીધો હતો. અંધશ્રદ્ધામાં આરોપીઓએ મળીને માસુમ દીકરીને ખૂબ જ દર્દનાક મૃત્યુ આપ્યું હતું. આ ઘટના બન્યા બાદ પોલીસે આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે. આરોપીઓનું કહેવું હતું કે દીકરીને વળગાટ હતો.
પરંતુ આખા ગામમાં અને ધૈર્યાની શાળામાં કોઈ વળગાટની વાત માનવા તૈયાર જ નથી. દિવ્ય ભાસ્કરના રિપોર્ટ અનુસાર, ગામના લોકો વચ્ચે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે, દીકરીનો જીવ વળગાટ કાઢવા નહીં પરંતુ તેની બલી ચઢાવવા માટે લેવામાં આવ્યો હતો. ત્યારે હાલમાં એવી વાતો પણ ચાલી રહી છે કે, પહેલા ધૈર્યા નહીં પરંતુ મોટાબાપુજી દિલીપની દીકરીની બલી ચડાવવાની હતી.
પરંતુ દીકરીની ઉંમર ધૈર્યાથી થોડીક મોટી હોવાના દીકરીનેઆ વાતનો અંદાજો આવી જતા તેને આનાકાની કરી હતી, તેથી આરોપીએ આ વાત ફરતી મૂકી હતી. પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો હતો કે, 14 વર્ષની દીકરીને વળગાટ હોવાની આશંકાના કારણે તેને સાત દિવસ વાડીમાં ભૂખી તરસી રાખી હતી.
વાડીમાં માસુમ દિકરી ઉપર તાંત્રિક વિધિ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાથી સગીરાની માતા એકદમ અજાણી હતી તેવું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ એક વીડિયોમાં બાળકીની માતા કહે છે કે મારા પતિને આવું કરવા માટે મેં જ પરમિશન આપી હતી. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.
આ ઘટનાને લઈને ગામના લોકો પ્રમાણે એવી વાતો થઈ રહી છે કે, ધૈર્યાને વરદાન હોય તો તેનું વર્તન બદલાઈ ગયું હોત અને દીકરી છઠ્ઠા નોરતામાં શાળાના નવરાત્રી મહોત્સવમાં પણ આવી હતી. ધૈર્યાના શિક્ષકો અને તેની સાથે ભણતી વિદ્યાર્થીનીઓને ધૈર્યાના વર્તનમાં કોઈપણ પ્રકારનો ફેરફાર દેખાતો ન હતો. એટલા માટે આરોપીઓની આ વાત કોઈના ગળે ઉતરતી નથી. મિત્રો માસુમ દિકરી ધૈર્યાના શરીરમાં જીવડા પડી ગયા હતા છતાં પણ તેના બાપને તેના ઉપર દયા ન આવી.
એટલું જ નહીં પરંતુ પરિવારના લોકોને ખબર ન પડે તેમ દીકરીના અગ્નિસંસ્કાર કરી નાખ્યા અને પરિવારના લોકોને કહ્યું કે દીકરીનું મૃત્યુ ચેપી રોગના કારણે થયું છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે અને હજુ પણ આ ઘટનાને લઈને ઘણા બધા ખુલાસાઓ થઈ શકે છે. આ બંને નરાધમ આરોપીઓ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્ષમાં કોમેન્ટ કરીને જણાવજો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment