સુરતના હીરાના વેપારીએ પોતાના ગામના ભાભલાઓને પ્લેનમાં બેસાડ્યા અને પોતાના ખર્ચે આખું સુરત ફરાવ્યું, પ્લેનમાં બેસીને ગામના વડીલો એવા ખુશ થઈ ગયા કે…

મિત્રો દિવસેને દિવસે ગામડાઓ નાના થતા જાય છે અને હવે ધીમે ધીમે ગામડાઓ ખાલી થઈ રહ્યા છે અને શહેરમાં લોકો વસવાટ કરવા લાગ્યા છે. મિત્રો એમ પણ ગામડાઓમાં છે પાઘડીવાળા લોકો હતા તે હવે દિવસેને દિવસે ઓછા થતા જાય છે. મિત્રો આપણા વડીલો ખેતી કામ કરીને પોતાનું ગુજરાત ચલાવતા હતા.

તેઓ ગામડે એક ખૂબ જ શાંતિવાળું જીવન જીવે છે. ઘણા બધા એવા વડીલો હશે જેમને અત્યાર સુધી કોઈ દિવસ હવાઈ મુસાફરી નહીં કરી હોય. ત્યારે સુરતના એક ઉદ્યોગપતિ ગામડાઓના વડીલોને અમરેલી થી સુરતની હવાઈ યાત્રા કરાવીને દાદાઓનું સપનું પૂરું કર્યું હતું. આ કિસ્સો ઘણો જૂનો છે. પરંતુ કિસ્સા વિશે વિસ્તૃતમાં વાત કરીએ તો, અમરેલીના ધામેલ ગામના વડીલોને અમરેલીથી સુરતની મુસાફરી કરાવવામાં આવી હતી. ત્યા

રબાદ વડીલોને સુરતની અંદર જોવાલાયક જગ્યા ઉપર ફેરવવામાં આવ્યા હતા. આપણને બધાને ખબર છે કે આપણા વડીલોએ આખી જિંદગી ખેતી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવ્યું છે. ઘણા બધા વડીલોએ હવાઈ મુસાફરી કરી હોય નહીં અને કોઈપણ લોકોની એક વખત ઈચ્છા એવી હોય છે કે તેઓ હવાઈ મુસાફરી જરૂર કરે.

ત્યારે ખેતી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા વડીલોની વિમાનમાં બેસવાની ઈચ્છા સુરતના હીરાના વેપારીએ પૂર્ણ કરી છે. મિત્રો તમને જણાવી દઈએ કે સૌરાષ્ટ્ર, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ અને બોટાદ જિલ્લાના લાખો લોકો કામકાજ માટે સુરત આવીને સ્થાયી બન્યા છે.

દરેક લોકો વર્ષોથી સુરતમાં રહે છે પરંતુ તેઓ પોતાનું મૂળ વતન ક્યારેય ભૂલતા નથી. સુરતના કતારગામ ગજેરા સર્કલ પાસે આવેલા ભવાની હાઈટ્સ છગનભાઈ રણછોડભાઈ સીમેડિયા આજથી લગભગ 15 વર્ષ પહેલા અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં આવેલું ધામેલીયા ગામની અંદર ખેતી કામ કરતા હતા.

પરંતુ જેમ જેમ સમય વીતીયો ગયો તેમ તેમ તેઓ અમરેલી જિલ્લાના લીલીયા ગામથી સુરત શહેરમાં હીરાના વેપાર માટે આવ્યા હતા. મિત્રો તમને જણાવી દઈએ કે છગનભાઈ સુરત અને બેલ્જિયમમાં પણ હીરાની ઓફિસ ધરાવે છે. છગનભાઈ પોતાના મૂળ વતનનું સારું કામ કરવામાં ક્યારેય ચૂકતા નથી.

છગનભાઈ ને વિચાર આવ્યો હતો કે ગામના વડીલોને પોતાના ખર્ચે હવાઈ મુસાફરી કરાવે. તેથી તેમને પોતાના ગામના વડીલોની અમરેલી થી સુરતની ટિકિટ બુક કરાવી. ગામના વડીલોને હવાઈ મુસાફરી કરાવી અને સુરતના જોવાલાયક સ્થળો ઉપર ફેરવ્યા. પહેલી વખત હવાઈ મુસાફરી કરતા વડીલોના ચહેરા ઉપરની ખુશી પણ કંઈક અલગ જ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*