મંદિરેથી ઘરે પરત ફરતી વખતે શ્રદ્ધાળુઓને રસ્તામાં નડ્યો ગંભીર અકસ્માત, એક સાથે 9 લોકોના કરુણ મૃત્યુ…લોકોના ટાંટિયા ધ્રુજી ગયા..!

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે શનિવારના રોજ રાત્રે લગભગ 11:00 વાગ્યાની આસપાસ બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક ટેમ્પા, બસ અને એક દૂધના ટેન્કરને વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં 4 બાળકો સહિત 9 લોકોના મૃત્યુ થયા છે.

આ ઉપરાંત 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ગંભીર અકસ્માતની ઘટના કર્ણાટકના હસન જિલ્લામાં શનિવારના રોજ રાત્રે બની હતી. અકસ્માતની ઘટનામાં ટેમ્પામાં 14 લોકો સવાર હતા. જેમાંથી 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તે માહિતી અનુસાર એવું જાણવા મળી રહ્યું છે કે, શિવમોગ્ગા તરફ જઈ બસ એ ટેમ્પાને જોરદાર ટક્કર લગાવી હતી.

જેના કારણે ટેમ્પા ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. આ કારણોસર ટેમ્પો સામેથી આવી રહેલા દૂધના ટેન્કર સાથે અથડાયો હતો. જેના કારણે ગંભીર અકસ્માતની ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોમાંથી બે લોકોની હાલત વધારે ગંભીર છે.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં ટેમ્પામાં સવાર 14 લોકોમાંથી 9 લોકોએ એક સાથે પોતાના જીવ ગુમાવ્યા હતા. મૃત્યુ પામેલા નવ લોકોમાં ચાર બાળકોનો સમાવેશ થાય છે. આ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા 7 લોકો સાલાપુરા ગામના અને મૃત્યુ પામેલા 2 લોકો ડોડ્ડાહલ્લી ગામના હતા.

અકસ્માતની ઘટના બન્યા બાદ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ઉપરાંત ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ 2 વર્ષીય દ્રુવા અને 10 વર્ષીય તન્મય અને 50 વર્ષીય લીલાવતી, 33 વર્ષીય ચૈત્ર, 10 વર્ષીય સમર્થ, 12 વર્ષીય ડિમ્પી, 20 વર્ષીય વંદના, 60 વર્ષીય દોદીયા અને 50 વર્ષીય ભારતી તરીકે કરવામાં આવી છે. મૃતકોના પરિવારજનોને આ ઘટનાની જાણ થતા તમામના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*