મિત્રો સોશિયલ મીડિયામાં તમે ઘણા અવારનવાર વિડીયો અને ફોટા જોતા હશો. ખાસ કરીને જ્યારે લગ્નની સિઝન આવે ત્યારે સોશિયલ મીડિયામાં લગ્નના ઘણા વિડીયો અને ઘણા ફોટા વાયરલ થતા હોય છે. મિત્રો હવે લગ્ન પ્રસંગમાં અનોખી કંકોત્રી છપાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.
અમુક લોકો ઘણી વખત એવી કંકોત્રી છપાવતા હોય છે જે સમગ્ર સમાજ માટે પ્રેરણા નો કિસ્સો બનતો હોય છે. ત્યારે આજે આપણે તેવી જ એક અનોખી કંકોત્રી વિશે વાત કરવાના છીએ. મિત્રો તમને જણાવી દઈએ કે ભાવનગરના એક ગોહિલ પરિવારે લગ્નની એક અનોખી કંકોત્રી બનાવડાવી હતી.
આ કંકોત્રીનો ઉપયોગ લગ્ન પૂર્ણ થઈ ગયા બાદ ચકલીના માળાના સ્વરૂપમાં કરી શકાય તેવી કંકોત્રી હતી. આ ઉપરાંત સુરતના ચાવડા પરિવારે એક અનોખી કંકોત્રી છપાવી હતી. જેમાં એવું લખાણ લખ્યું હતું કે જે વાંચીને તમામ લોકોએ પરિવારના ખૂબ જ વખાણ કર્યા હતા.
મિત્રો પરિવાર એ કંકોત્રીમાં અમુક બાબતોની નોંધ લખાવી હતી. ચાલો જાણીએ શું લખાવ્યું હતું. મિત્રો તમને જણાવી દઈએ કે આ કંકોત્રી સુરતના પારડી ગામના ચાવડા પરિવારની છે. કંકોત્રીની અંદર એક ખાસ બાબત લખવામાં આવી હતી. કંકોત્રીમાં લખ્યું હતું કે, રોડ ઉપર ફુલેકું ફેરવવાના નથી, મામેરુ ભરવાનું નથી, પૈસા ઉપાડવાના નથી, વેવારની સાડીઓ ઓઢવાના કે શાલા આપવાનો વેવાર બંધ રાખેલો છે.
આ કંકોત્રી ની ચર્ચા ખૂબ જ ચાલી હતી. કંકોત્રી વાંચીને લોકોએ પરિવારના ખૂબ જ વખાણ કર્યા હતા. પરિવારે કંકોત્રી લખ્યું હતું કે પરમ પૂજ્ય સંત શ્રી રામ બાપુ અને શ્રી વિજયભાઈ ભરવાડની પ્રેરણાથી ઉપર આપેલા તમામ સુધારાઓ આ લગ્ન પ્રસંગે અમોએ અમલમાં મૂક્યા છે.
મિત્રો આ લગ્ન કંકોત્રી ભરવાડ સમાજના મધાભાઈ મેપાભાઇ ચાવડાના સુપુત્ર વિજયના લગ્નની છે. 11માં મહિનામાં 2021 ના રોજ વિજયના લગ્ન થયા હતા. આ લગ્નની ચર્ચાઓ ખૂબ જ ચાલી હતી અને ખાસ કરીને કંકોત્રી સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment