બાબા વેંગાની વર્ષ 2022ની 4 ભવિષ્યવાણી હજુ સુધી બાકી, આગામી દિવસોમાં ભવિષ્યવાણી સાચી પડી તો ભારતમાં…

મિત્રો તમે બધા બલ્ગેરિયન ભવિષ્યવેત્તા બાબા વેંગાને જરૂર ઓળખતા હશો. બાબા વેંગા હંમેશા પોતાની ભવિષ્યવાણીને લઈને ચર્ચામાં રહે છે. કારણકે અત્યાર સુધીમાં બાબા વેંગાની ઘણી ભવિષ્યવાણીઓ સાચી પડી છે. તમને જણાવી દઈએ કે બાબા વેંગાએ વર્ષ 2022ને લઈને કરેલી બે ભવિષ્યવાણીઓ સાચી પડી છે.

બાબા વેંગાએ વર્ષ 2022 ને લઈને 6 ભવિષ્યવાણીઓ કરી હતી. જેમાંથી બે ભવિષ્યવાણીઓ સાચી પડી છે. હવે આગામી દિવસોમાં જ ખબર પડે કે બાકીની ચાર ભવિષ્યવાણીઓ સાચી પડે છે કે ખોટી. બાબા વેંગાની બાકીની ચાર ભવિષ્યવાણીઓ સાચી પડી તો લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે એવી શક્યતાઓ છે.

બાબા વેંગાએ 2022 માં કેટલાક એશિયાના દેશો અને ઓસ્ટ્રેલિયામાં પૂરની આગાહી કરી હતી તે સાચી પડી છે. ઓસ્ટ્રેલિયામાં પૂર જેવી પરિસ્થિતિઓ સર્જાઈ હતી. જ્યારે પાકિસ્તાનમાં પણ પૂરના કારણે ભારે તબાહી મચી ગઈ હતી. આ તબાહીમાં 1000 થી પણ વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

આ ઉપરાંત બાબા વેંગાએ કેટલાક શહેરોમાં પાણીની અછત અને દુષ્કાળની ભવિષ્યવાણી કરી હતી. બાબા વેંગાની ભવિષ્યવાણી મુજબ પોર્ટુગલના લોકોને પાણીની અછતનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ઈટલીમાં દુષ્કાળની સમસ્યાઓ આવી હતી.

બાબા વેંગાની વર્ષ 2022 થી ભવિષ્યવાણી મુજબ ભારતમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિઓ આગામી દિવસોમાં થશે. બાબા વેંગાનું કેવું છે કે, વિશ્વના દેશોમાં તાપમાન ઘટાડો થશે એના કારણે તીડના પ્રહારમાં વધારો થશે અને જેની સૌથી મોટી અસર ભારત અને પાકિસ્તાન પર પડી શકે છે.

જેના કારણે ઘણો બધો પાક નિષ્ફળ જશે અને ભૂખમરાની પરિસ્થિતિ ઉભી થઇ શકે છે. હવે વર્ષ 2022 પૂરું થવાના બે મહિના ઉપર કેટલા દિવસો બાકી છે. આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી પડે છે કે ખોટી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*