વરસાદના કારણે પાક બગડી જતા વધુ એક ખેડૂતે ગળાફાંસો ખાધો, ક્યાં સુધી આવું ચાલતું રહેશે? શું ખેડૂતની વ્યથા સાંભળવા વાળું કોઈ નથી?

મિત્રો સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. છેલ્લા થોડાક સમયથી તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે. જેમાં વરસાદના કારણે પગ બગડી જવાના કારણે ખેડૂત સુસાઇડ કરી લેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે.

આ ઘટનામાં વરસાદના કારણે બાગ બગડી જતા એક ખેડૂતે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ખેડૂતનું મૃત્યુ થયા બાદ પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. પરિવારના સભ્યોએ પોસ્ટમોર્ટમ કરાવ્યા વિના જ અંતિમ સંસ્કાર કરી નાખ્યા છે. આ ઘટના ફિરોઝાબાદના જસરાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખમીની ગામમાં રાત્રિના સમયે બની હતી.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો ગામમાં રહેતા 27 વર્ષના ઘનશ્યામભાઈ પ્રજાપતિ નામના વ્યક્તિએ લીસ પર જમીને લીધી હતી અને લોન લઈને બાજરીના પાકનું વાવેતર કર્યું હતું. પરંતુ કમોસમી વરસાદના કારણે ઘનશ્યામભાઈ વાવેલો તમામ બાજરીનો પાક બરબાદ થઈ ગયો હતો.

પાક બગડી જવાના કારણે ઘનશ્યામભાઈ ખૂબ જ પરેશાન રહેવા લાગ્યા હતા. પોતાના ખરાબ પાકને જોઈને ઘનશ્યામભાઈ ગઈકાલે ખેતરેથી ઘરે આવ્યા હતા. ઘરે આવીને ઘનશ્યામભાઈએ રાત્રે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. મિત્રો તમને જણાવી દઈએ કે મૃત્યુ પામેલા ઘનશ્યામભાઈ ને બે દીકરીઓ અને એક દીકરો છે.

ઘનશ્યામભાઈના મૃત્યુના કારણે ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. હવે આ ત્રણ બાળકોનું ભરણપોષણ કોણ કરશે. ગામના લોકોએ કાયદેસરની કાર્યવાહી કર્યા વિના ઘનશ્યામભાઈના અંતિમ સંસ્કાર કર્યા હતા. સમગ્ર ઘટનાને લઈને ઘનશ્યામભાઈના પરિવારના લોકોએ કહ્યું કે, વરસાદના કારણે પાકનું ઘણું બધું નુકસાન થયું છે. પાક માટે કેટલાક લોકો પાસેથી રૂપિયા આજે લાવ્યા હતા.

બગડી જવાના કારણે ઘરની પરિસ્થિતિ ખૂબ જ નબળી થઈ હતી. પરિવારના સભ્યોએ કહ્યું કે ઘનશ્યામભાઈએ વિચાર્યું હતું કે, પાક વેચીને જે પણ પૈસા આવશે તે પૈસાથી બધું દેવું ચૂકવી દઈશું અને ઘરનો ખર્ચો કાઢી લઈશું. પરંતુ વરસાદના કારણે પાક બગડી જવાના કારણે વિચાર્યું હતું તેનાથી બધું ઊંધું થઈ ગયું હતું. જેના કારણે ઘનશ્યામભાઈ આ પગલું ભરી લીધું.

મિત્રો સાચું કહું તો ખેડૂતોનું કોઈ સાંભળવા વાળું જ નથી. મિત્રો આપણે જીવવા માટે ટીવી, એસસી અને અન્ય મોજ શોખ વગર ચાલશે પરંતુ અનાજ વગર નહીં ચાલે. ત્યારે આજે જે ખેડૂત આપણી માટે અનાજ ઉગાડી રહ્યો છે તે ખેડૂત દિવસેને દિવસે ગરીબ થતો જાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*