મિત્રો કન્યાદાન પછી અંગદાનને સૌથી મહાન દાન માનવામાં આવે છે. કેમકે તેનાથી ઘણા લોકોને નવું જીવન મળે છે. અંગદાનનું નામ આવે ત્યારે સુરતનું નામ પણ મોખરે હોય છે. ત્યારે સુરતમાં થોડાક દિવસ પહેલા મૃત્યુ પામેલી એક મહિલાનું અંગદાન કરીને પરિવારજનોએ એક માનવતાની મહેક ઊભી કરી છે. પાટીદાર મહિલાના અંગદાનના કારણે પાંચ લોકોને નવું જીવન મળ્યું છે.
સુરતમાં ખેડાના મુકામે રહેતા ભારતીબેનને વારંવાર ચક્કર આવવાના કારણે પરિવારના લોકો તેમને સારવાર માટે બોરસદમાં આવેલા શ્રદ્ધા હોસ્પિટલમાં લઈ ગયા હતા. અહીં ભારતીબેનનું MRI કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે તેમના નાના મગજની નસમાં ફુગ્ગા છે. ફુગ્ગા દૂર કરવા માટે 5 ઓક્ટોબર ના રોજ ભારતીબેનને સુરતની કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
6 ઓક્ટોબર ના રોજ ડોક્ટર દ્વારા સર્જરી કરીને મગજની નસ માંથી ફુગ્ગો દૂર કરવામાં આવ્યો હતો. પરંતુ ભારતીબહેનને બ્રાન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. આ ઘટના બનતા જ ભારતીબેનના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ત્યારબાદ કિરણ હોસ્પિટલના મેડિકલર ડાયરેક્ટર ડોક્ટર મેહુલ પંચાલે ડોનેટ લાઇફના સ્થાપક પ્રમુખશ્રી નિલેશ માંડલેવાલાનો સંપર્ક કરી ભારતીબેનના બ્રેઈનડેડ વિશે જાણકારી આપી હતી.
ત્યારબાદ ડોનેટ લાઈફની ટીમ કિરણ હોસ્પિટલ પહોંચી હતી. ત્યાં તેમને ભારતીબેનના પરિવારના સભ્યોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા અને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. ત્યારબાદ ભારતીબેન ની દીકરીએ જણાવ્યું હતું કે, મારા મમ્મી ખૂબ જ ધાર્મિક વૃતિના હતા.
મારા મમ્મી મને કહેતા કે મૃત્યુ બાદ તો શરીર બળીને રાખ થઈ જવાનું છે. મૃત્યુ બાદ આપણે કોઈ વ્યક્તિને મદદરૂપ થઈ શકે તે માટે અંગદાન કરવું જોઈએ. જો તેમનું અંગદાન કરવામાં આવશે તો તેમની અંતિમ ઈચ્છા પૂર્ણ થશે. પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા જ SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
ભારતીબેનના કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાશે 22 વર્ષના યુવાનમાંકરવામાં આવશે. જ્યારે બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ બીલીમોરા ના રહેવાસી 53 વર્ષના વ્યક્તિમાં કરવામાં આવશે. જ્યારે તેમના લીવરનું ટ્રાન્સપ્લાન્ટ ભરૂચના રહેવાસી 61 વર્ષના વ્યક્તિમાં કરવામાં આવશે. આ ઉપરાંત તેમની બંને આંખોનું ટ્રાન્સપ્લાન્ટ જરૂરિયાત મંદદર્દીમાં કરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment