મિત્રો ગુજરાતના સોનુ સુદ તરીકે ઓળખાતા ખજૂર ભાઈને તો તમે જરૂર ઓળખતા જઈશું. કોમેડીથી પોતાનું કરિયર શરૂ કરનાર ખજૂર ભાઈના ચાહકો આજે ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં છે. ખજૂરભાઈનું સાચું નામ નીતિન જાની છે. પરંતુ લોકો તેમને ખજૂર ભાઈના નામથી વધારે ઓળખે છે. ખજૂરભાઈની વાત કરીએ તો ખજૂર ભાઈ અત્યાર સુધીમાં ઘણા બધાગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરીને તેમના દુઃખ દૂર કર્યા છે.
છેલ્લા બે વર્ષથી ખજૂરભાઈ ઘણા બધા લોકોને નવા ઘર બનાવી આપ્યા છે. અત્યાર સુધીમાં ખજૂરભાઈએ 200 કરતા પણ વધારે લોકોને નવા ઘર બનાવી આપ્યા છે. જ્યારે ગુજરાત રાજ્યમાં વાવાઝોડું આવ્યું ત્યારે અનેક ઘર તૂટી પડ્યા હતા. ત્યારે કપડાં સમયમાં ખજૂરભાઈ દેવદૂત બનીને ગરીબ લોકોની મદદ માટે આગળ આવ્યા હતા.
ત્યારથી અત્યાર સુધીમાં ખજૂરભાઈ ઘણા લોકોના જીવન બદલી નાખ્યા છે. તમે સોશિયલ મીડિયામાં ખજૂરભાઈના દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં ખજૂર ભાઈનો એક ખૂબ જ જૂનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં તમે જોઈ શકો છો કે ખજૂરભાઈ ભાવુક થઈને અચાનક રડી પડે છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે ખજૂરભાઈ કહે છે કે તેઓ સાવરકુંડલાના થોરડી ગામ પહોંચ્યા છે. તેઓ ત્યાં ગામના ભૂદેવ દાદાને મળે છે. આ દાદાનું ઘર વાવાઝોડામાં પડી ગયું હતું. આ દાદા બરોબર ચાલી પણ શકતા ન હતા. દાદા રડતા રડતા ખજૂરભાઈને પોતાની વ્યથા વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે.
દાદા રડતા રડતા ખજૂર ભાઈને કહી રહ્યા છે કે, હું વિચારું કે દવા પીને મરી જાવ. ત્યારે ખજૂરભાઈ દાદાને કહે છે કે આવો વિચાર કરવાનો નહીં. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, દાદાની વાત સાંભળીને ખજૂર ભાઈ પણ ભાવુક થઈ જાય છે અને રડી પડે છે.
ખજૂર ભાઈ દાદાની વ્યથા સાંભળીને પોતાના આંસુ રોકી શકતા નથી. આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. ત્યારબાદ ખજૂરભાઈ દાદાના દુઃખ દૂર કરવા માટે તેમને એક નવું મકાન બનાવી આપે છે. જેથી દાદા ખુશ થઈ જાય છે. મિત્રો ખજૂર ભાઈનાઆ કાર્ય માટે તેમને એક દિલથી સલામ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment