તળાવમાં ડૂબી જવાના કારણે 6 મિત્રોએ પોતાનો જીવ ગુમાવ્યો, એકસાથે 6 મિત્રોની અર્થે ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું, પરિવારનું હૈયાફાટ રૂદન…

ભારે વરસાદ વચ્ચે રવિવારના રોજ બનેલી એક મોટી દુર્ઘટના સામે આવી છે. આ ઘટનામાં તળાવમાં ડૂબી જવાના કારણે 6 માસુમ બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ ઘટના બનતા જ ચારેય બાજુ શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. આ ઘટના ભારે વરસાદ વચ્ચે હરિયાણાના ગુરુગ્રામમાં રવિવારના રોજ બની હતી. માસુમ બાળકોના મૃત્યુ થતાં બાળકોના માતા પિતા ઉપર આભ તૂટી પડ્યું છે.

સેક્ટર-110 Aમાં એક બિલ્ડર ની અંદાજિત ચાર એકર જમીન પરના ખાડામાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયું હતું. જેના કારણે આ ખાડો તળાવ બની ગયો હતો. આ વરસાદી તળાવની ઊંડાઈનો કોઈ અંદાજો ન હતો. ત્યારે 8 થી 12 વર્ષ વચ્ચેની ઉંમરના 6 બાળકો અહીં નહાવા માટે આવ્યા હતા. આ દરમિયાન તમામ બાળકો પાણીમાં ડૂબી ગયા હતા.

બાળકો પાણીમાં ડૂબ્યા હોવાની માહિતી પોલીસને સાંજે 6 વાગ્યાની આસપાસ આપવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તળાવમાં કુલ આઠ બાળકો ડૂબી ગયા છે. હજુ પણ બાકીના બે બાળકોની શોધખોળ ચાલુ છે. આ ઘટનાની માહિતી મળતા ફાયર વિભાગની ટીમ, પોલીસની ટીમ, SDRFની ટીમ અને સ્થાનિક તરવૈયાઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.

ચારથી પાંચ કલાક સુધી રેસ્ટોરે ઓપરેશન ચાલ્યું હતું. રાત્રે 9:00 વાગ્યા સુધીમાં તળાવમાંથી 6 બાળકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા અને હજુ પણ રાજકીય ઓપરેશન ચાલુ જ છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં મૃત્યુ પામેલા તમામ બાળકો શંકર વિહાર કોલોની ના રહેવાસી હતા. બાળકોને ડૂબતા જોઈને તેના એક મિત્રએ આજુબાજુના લોકોને ઘટના સ્થળે બોલાવ્યા હતા.

પરંતુ ત્યાં રહેતા કોઈપણ લોકો બાળકને બચાવવા આવ્યા નહીં. ત્યારબાદ બાળક તાત્કાલિક કોલોનીમાં દોડીને આ ઘટનાની જાણ તેના મિત્રોના પરિવારજનોને કરી હતી. પરિવારજનોને આ ઘટનાની જાણ થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને પોતાના બાળકોની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ બાળકોનો કોઈપણ પ્રકારનો પતો ન લાગ્યો તેથી પરિવારના લોકોએ આ ઘટનાની જાણ તંત્રને કરી હતી.

મળતી માહિતી અનુસાર પોલીસે તમામ પરિવારજનોને જાણ કરીને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં દેવા, પિયુષ, રાહુલ, દુર્ગેશ, અજીત અને રાહુલ નામના બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તમામ બાળકોની ઉંમર આઠથી બાર વર્ષ વચ્ચેની હતી. તમામ શંકર વિહાર કોલોનીના રહેવાસી હતા. બપોરના ત્રણ વાગ્યાની આસપાસ શંકર વિહાર કોલોનીના 6 બાળકો તળાવમાં નહાવા માટે ગયા હતા. ત્યારે આ મોટી દુર્ઘટના બની હતી.

આ સમગ્ર ઘટનાને લઈને મુખ્યમંત્રી મનહર લાલે ઘટના પર પોતાનું દુઃખ વ્યક્ત કરતા બાળકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાની મદદ આપવાની જાહેરાત કરી છે. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો છે. એક જ કોલોનીના 6 બાળકોના મૃત્યુ થતા એક જ સાથે 6 બાળકોની અર્થી ઉઠશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*