હજારો દીકરીના પાલક પિતા તરીકે ઓળખાતા એવા મહેશભાઈ સવાણી ગુજરાતના આ ગામના છે, ચાલો જાણીએ મહેશભાઈ સવાણી કેટલું ભણેલા છે અને તેમના વિશે ન સાંભળેલી વાતો…

સુરતના જાણીતા બિઝનેસમેન મહેશભાઈ સવાણીને તમે બધા ઓળખતા જ હશો. મહેશભાઈ સવાણી બિઝનેસમેન હોવાની સાથે હજારો અનાજ દીકરીઓના પાલક પિતા પણ છે. અત્યાર સુધીમાં તેમને હજારો અનાજ દીકરીઓના લગ્ન કરાવ્યા છે. આ ઉપરાંત તેઓ અનેક સેવાકીય કાર્યો પણ કરે છે. મહેશભાઈ સવાણીને ઉદ્યોગપતિની સાથે હજારો દીકરીના પાલક પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે.

તો આજે આપણે મહેશભાઈ સવાણીની કેટલીક જીવનની અનોખી વાતો અને તેમને જીવનમાં કેવી રીતે સફળતાની શિખરો સર કરી તે વિશે જાણવાના છીએ. મહેશભાઈ સવાણીના અંગત જીવન પર નજર કરીએ તો, તેઓ ભાવનગર જિલ્લાના રાયરડા ગામના વતની છે. મહેશભાઈ સવાણીએ ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો છે.

વર્ષો પહેલા સૌરાષ્ટ્રથી સુરત આવીને હીરાના વ્યવસાય સાથે જોડાયેલા મહેશભાઈ સવાણીના પિતા વલ્લભભાઈ સવાણી સુરતમાં ‘વલ્લભ ટોપી’ના નામે જાણીતા છે. મહેશભાઈ સવાણી પાસે આજે કરોડો રૂપિયાની સંપત્તિ છે. આજના સમયમાં સુરત શહેરમાં પી.પી.સવાણી ગ્રુપ રીયલ એસ્ટેટ બિઝનેસની સાથે સાથ શહેરમાં ગુજરાતી અને ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ચલાવે છે.

2500 કરોડ રૂપિયાથી પણ વધુ ટન ઓવર ધરાવતા આ ગ્રુપના એડમીન તરીકે આજે મહેશભાઈ સવાણી કામ કરી રહ્યા છે. મહેશભાઈ સેવાકીય કાર્યમાં મોખરે હોય છે. અનાથ દીકરીઓની નાતજાતનો જરાક પણ ભેદભાવ રાખ્યા વગર તેઓ દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવે છે. છેલ્લા ઘણા સમયથી દર વર્ષે મહેશભાઈ સવાણી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે અને આ આયોજનમાં મહેશભાઈ સવાણી અનાથ દીકરીઓના પિતા બનીને તેમના લગ્ન કરાવે છે.

મહેશભાઈ સવાણી હજારો અનાથ દીકરીઓના પાલક પિતા છે. આવી જ રીતે સેવાકીય કાર્યો કરીને મહેશભાઈ સવાણીએ હજારો લોકોના દુઃખ દૂર કર્યા છે. પી.પી.સવાણી ગ્રુપની વાત કરીએ તો, પી.પી.સવાણી ગ્રુપ આજે દરેક ક્ષેત્રમાં આગળ વધી ગયું છે. જેમકે ડાયમંડ, એજ્યુકેશન, હોસ્પિટલ, રીયલ એસ્ટેટ સહિતના બિઝનેસ ક્ષેત્રમાં પી.પી.સવાણી ગ્રુપનું એક સારું એવું નામ છે.

આ તમામ બિઝનેસનું સંચાલન મહેશભાઈ સવાણી કરે છે. મહેશભાઈ સવાણીને દીકરી નથી માત્ર બે દીકરાઓ જ છે. તેમ છતાં પણ સગી દીકરીઓ કરતા અનેક દીકરીઓના પાલક પિતા મહેશભાઈ સવાણી ગણાય છે. આ જ રીતે હંમેશા મહેશભાઈ સવાણીનું નામ સેવા અને સમાજ સાથે જોડાયેલું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*