આજકાલ ઘણા એવા યુવાનો છે જેમને ગણ્યા બાદ સારી નોકરી નથી મળતી. અને નોકરી મળે તો તેમાં જોઈએ એવો પગાર નથી મળતો. જ્યારે બીજી બાજુ જો યુવાનો ખેતીકામ કે પશુપાલનનું કામ કરે તો લોકો તેમની મજાક ઉડાવે છે. જેના કારણે કેટલાક યુવાનો આવડત હોવા છતાં પણ આ કામ કરતા નથી.
ત્યારે આજે આપણે એક એવા યુવાન વિશે વાત કરવાના છીએ જેને પોતાની સારા એવા પગારવાળી નોકરી છોડીને પશુપાલનનું કામ શરૂ કર્યું હતું. આ યુવકનું નામ ગુરુ ચરણ છે અને તે કન્નડનો રહેવાસી છે. જયગુરુ વિશે વાત કરીએ તો, તેને કોલેજમાંથી એન્જિનિયર નો અભ્યાસ પૂર્ણ થયા બાદ તેને સારા એવા પગારવાળી નોકરી મળી ગઈ હતી.
પરંતુ એક વર્ષ પછી ગુરુ ચરણ અચાનક જ પોતાની આ નોકરી છોડી દે છે. ત્યારબાદ પશુપાલનનું કામ કરવા માટે તે પોતાના ગામમાં આવી ગયો હતો. ગુરુ ચરણએ જ્યારે પોતાની નોકરી છોડી ત્યારે લોકો તેની ખૂબ જ મજાક ઉડાવતા હતા. લોકો ગુરુ ચરણને તોણા મારવા લાગ્યા. લોકો કહેતા તું શું કરે છો.
પરંતુ ગુરુ ચરણએ કોઈની વાત સાંભળીને અને પોતાનું કામ શરૂ કરી દીધું. પોતાના પશુપાલનના ધંધાને આગળ વધારવા માટે તે દિવસ રાત મહેનત કરતો હતો. તેને કોઈની પણ વાત સાંભળ્યા વગર કામ શરૂ રાખ્યું અને 130 ગાયોનો તબેલો કર્યો. ધીમે ધીમે તેને તબેલા માંથી ખૂબ જ સારી એવી કમાણી થવા લાગી.
તે પૈસા માંથી તે છણા સુકવવાનું મશીન લાવ્યો અને છણા સુકવીને તેને થેલીમાં ભરીને વેચવા લાગ્યો. ધીમે ધીમે તેનો આ ધંધો ખૂબ જ વધવા લાગ્યો. અત્યારે ગુરુ ચરણ એક મહિનાની 1000 થેલી છાણા વેચે છે. જેમાંથી તેને સારી એવી કમાણી થઈ. મિત્રો ગુરુ ચરણની એક મહિનાની કમાણીની વાત કરીએ તો આજે તે દર મહિને 10 લાખ રૂપિયાથી પણ વધારે રૂપિયા કમાય છે.
તેની એક મહિનાની કમાણી સાંભળીને ભલભલા લોકો ચોકી ઉઠ્યા હતા. જે લોકો તેને ટોણા મારતા હતા હવે તે લોકો પણ તેના કામની વાહ વાહ કરવા લાગ્યા હતા. ગુરુ ચરણે આજે પશુપાલન ના ધંધામાંથી પોતાનું કરિયર બનાવીને બીજા બધાને એક નવી રાહ દેખાડી છે. ગુરુ ચરણના કાર્યથી યુવાનોને ખૂબ જ પ્રેરણા મળશે. જો મનમાં કંઈ કરવાની ધગશ હોય તો વ્યક્તિ કોઈ પણ મુકામ હાસિલ કરી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment