મિત્રો જ્યારે પરિવારના કોઈ પણ સભ્યનું મૃત્યુ થાય ત્યારે પરિવારમાં ચારેય બાજુ માતમ થવાઈ જતો હોય છે. માતા કે પિતાના મૃત્યુ બાદ દીકરાઓ અર્થીને કાંધ આપીને તેમના અંતિમ સંસ્કાર કરતા હોય છે. પરંતુ તમે ઘણી વખત એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં માતા કે પિતાના મૃત્યુ બાદ દીકરીઓ અર્થીને કાંધ આપતી હોય છે અને અંતિમ સંસ્કાર કરતી હોય છે.
ત્યારે હાલમાં બનેલો તેવો જ એક કિસ્સો અમદાવાદથી સામે આવી રહ્યો છે. અમદાવાદના સીટીએમ વિસ્તારમાં રહેતી એક વૃદ્ધ મહિલાનું આજરોજ હૃદય રોગના કારણે અવસાન થયું હતું. વૃદ્ધ માતાની અંતિમ ઈચ્છા હતી કે તેમની ચારે દીકરીઓ તેમની અર્થીને કાંધ આપે અને અગ્નિદાહ આપે.
માતાની અંતિમ ઈચ્છા પૂરી કરવા દીકરીઓએ માતાની અર્થીને કાંધ આપીને અગ્નિદાહ આપ્યા હતા. આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર તમામ લોકો રડી પડ્યા હતા. બધી માહિતી અનુસાર 78 વર્ષની કંચનબેન નામની વૃદ્ધ મહિલાને ચાર દીકરીઓ છે. એક પણ દીકરો નથી.
કંચનબેનને હદય રોગ હોવાના કારણે તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી હતી. ત્યારે ગઈકાલે મોડી સાંજે કંચનબેનનું મૃત્યુ થયું હતું. માતાનો મૃત્યુ થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. કંચનબેનની અંતિમ ઈચ્છા હતી કે તેમની ચારે દીકરીઓ તેમની અર્થીને કાંધ આપે અને અગ્નિદાહ આપે.
ત્યારબાદ દીકરીઓએ માતાના અંતિમ દર્શન કર્યા હતા અને ત્યારબાદ ચારેય દીકરીઓએ માતાની અર્થીને કાંધ આપીને અંતિમયાત્રા કાઢી હતી. આ દ્રશ્યો જોઈને અંતિમયાત્રામાં હાજર તમામ લોકો રડી પડ્યા હતા. અંતિમયાત્રા ઘરેથી ખોખરા સ્મશાનગૃહ સુધી નીકળી હતી. આ ઘટનાનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment