ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે દશેરાના દિવસે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મિત્રો દશેરાના દિવસે ઘણા લોકો ઘરમાં નવો માલ સામાન ખરીદીને લાવતા હોય છે. કારણ કે દશેરાના દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે.
સુરતનો એક યુવક દશેરાના દિવસે નવી બાઈક લાવે છે અને પછી તેની સાથે કંઈક એવું બને છે કે જાણીને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે. સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલા વાંઝા ગામના ભારત ફળિયામાં રહેતો 27 વર્ષીય ઋત્વિક લક્ષ્મણભાઈ નામનો યુવક દશેરાના શુભ દિવસે એક નવી સ્પોર્ટ બાઈક ખરીદી હતી.
આ દિવસે નવી બાઈક ખરીદી હોવાના કારણે ઋત્વિક અને તેના પરિવારના સભ્યો ખૂબ જ ખુશ હતા. પરંતુ પરિવારને ક્યાં ખબર હશે કે તેમની આ ખુશી થોડાક સમય માટેની જ હતી. નવી બાઈકની ખુશીમાં ઋત્વિક પોતાના મિત્રો માટે બાઈક ઉપર કાજુકતરી ખરીદવા માટે નીકળ્યો હતો.
ઋત્વિક પોતાની બાઇક લઈને વાંઝા ગામથી સચિન તરફ જતા રસ્તા ઉપર નીકળ્યો હતો. ત્યારે રસ્તામાં ઋત્વિકની બાઈક એક ટ્રેક્ટરની પાછળ લગાવેલા દાંતી સાથે અથડાઈ હતી. જેના કારણે ઋત્વિક અકસ્માતનો શિકાર બન્યો હતો. ટક્કરના કારણે ઋત્વિક બાઇક સાથે જમીન પર પડ્યો હતો.
આ ઘટનામાં ઋત્વિકના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જેથી ઋત્વિકનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે થઈ ગયા હતા. તેમને આ ગંભીર અકસ્માતની ઘટનાની જાણ તાત્કાલિક સચિન પોલીસ સ્ટેશનમાં કરી દીધી હતી.
પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ ઘટનાની જાણ ઋત્વિકના પરિવારજનોને થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. દશેરાના શુભ દિવસે લાડલા દીકરાનું મૃત્યુ થતાં પરિવારના લોકો ચોધાર આસુએ રડી પડ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment