મિત્રો છેલ્લા થોડાક સમયથી પાણીમાં ડૂબી જવાના કારણે મૃત્યુ થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે શુક્રવારના રોજ બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં પાણીથી ભરેલા મોટા ખાડામાં 3 માસુમ બાળકો ડૂબી ગયા હતા. આ કારણોસર ત્રણેય બાળકોના મૃત્યુ નીપજ્યા છે. મળતી માહિતી અનુસાર શુક્રવારના રોજ રાત્રે 3:00 વાગ્યાની આસપાસ ત્રણેય બાળકોના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
મૃત્યુ પામેલા ત્રણ બાળકોમાંથી બે બાળકો સગા ભાઈ હતા. આ ઘટના બનતા જ મૃતક બાળકોના પરિવારજનો અને ગામ લોકોમાં માતમ છવાઈ ગયું હતું. આજરોજ સવારે એક સાથે ત્રણે બાળકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ ઘટના લલિતપુર જિલ્લામાં બની હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ દુર્ઘટનામાં 11 વર્ષીય સુરજસિંહ, 9 વર્ષીય ચંદ્રપ્રતાપ અને 8 વર્ષીય અમિત નામના બાળકનું મૃત્યુ નીપજ્યું છે.
મૃત્યુ પામેલા સૂરજસિંહ અને ચંદ્રપ્રતા બંને સગા ભાઈઓ હતા. મળતી માહિતી અનુસાર ત્રણેય બાળકો સવારે શાળાએ ગયા હતા. તેઓ જ્યારે શાળામાં લંચ પડ્યો ત્યારે શાળાએથી ઘરે જમવા માટે આવ્યા હતા. ત્યારબાદ ત્રણેય ઘરથી અડધો કિલોમીટર દૂર આવેલા એક મોટા પાણીના ખાડામાં નાહવા ગયા હતા.
મળતી માહિતી અનુસાર બપોરે એક બે વાગ્યાની આસપાસ બાળકોના સગા સંબંધીઓએ પાણીથી ભરેલા ખાડાની આસપાસ બાળકોના કપડાં જોયા હતા. પરંતુ આસપાસ બાળકો દેખાતા ન હતા. જેના કારણે સગા સંબંધીઓ ખૂબ જ ગભરાઈ ગયા હતા. તેમને આ ઘટનાની જાણ ગામના લોકોને કરી હતી. ગામના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને પાણીમાં બાળકોની શોધખોળ શરૂ કરી હતી.
ત્યારે પાણીમાંથી ત્રણેય બાળકો બેભાન હાલતમાં મળી આવ્યા હતા. ત્રણેયની તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં હાજર તબીબી ત્રણેયની તપાસ કર્યા બાદ ત્રણેયની મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસ અને પ્રશાસનના કેટલાક લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ બાળકોના મૃતદેહને પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા હતા.
એક સાથે એક જ ગામના ત્રણ બાળકોના મૃત્યુ થતા ચારેય બાજુ માતમ છવાઈ ગયું હતું. આ ઘટનામાં એક પરિવારે બે દીકરા ગુમાવ્યા છે. જ્યારે એક સાથે ગામમાંથી ત્રણ માસુમ બાળકોની અર્થી ઊઠી ત્યારે આખું ગામ હિબકે ચડ્યું હતું. અંતિમ સંસ્કાર દરમિયાન ત્યાં હાજર તમામ લોકોની આંખોમાં આંસુ હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment