આજરોજ વહેલી સવારે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. દિલ્હી થી હરિદ્વાર જઈ રહેલી વેગેનાર કાર રોડવેઝ સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે વેગેનાર કારમાં સવાર યુપી પોલીસના કોન્સ્ટેબલ સહિત 4 લોકો ગંભીર ઇજાના કારણે મૃત્યુ થયા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના મુઝફફરનગર હાઇવે પર બની હતી. કારની અંદર બેઠેલા કોન્સ્ટેબલની ઓળખ તેના આઈકાર્ડ પરથી થઈ છે. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક કોન્સ્ટેબલનું નામ કુલદીપ મિશ્રા હતું અને તે ઉત્તરાખંડના ઉત્તરકાશીના થલ જિલ્લાના ગામનો રહેવાસી હતો.
જ્યારે મૃત્યુ પામેલા અન્ય ત્રણ યુવકોની ઓળખ થઈ નથી. સમગ્ર ઘટનાને લઈને જાણવા મળી રહ્યું છે કે, નેશનલ હાઈવે 58 પર દેવરાના રિપોર્ટ્ પાસે એક વેગેનાર કાર પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે કારમાં સવાર બે લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા અને અન્ય બે ઇજાગ્રસ્ત થયેલા લોકોના મેડિકલ કોલેજમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યા હતા.
આજરોજ સવારે એક વેગેનાર કાર દિલ્હીથી હરિદ્વાર જઈ રહી હતી. આ કારની અંદર ચાર લોકો સવાર હતા. દેવરાજ રિપોર્ટ્ નજીક હાઇવે પર રોડ ક્રોસ કરી રહેલા એક વ્યક્તિને બચાવવાના પ્રયાસમાં કાર સામેથી આવતી રોડવેઝ બસ સાથે અથડાઈ હતી. જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર ચાર લોકોના મૃત્યુ થયા હતા. મૃત્યુ પામેલા ચાર લોકોમાંથી એક વ્યક્તિની ઓળખ થઈ છે. મૃત્યુ પામેલા એક યુવતીના ખિસ્સામાંથી આઈ કાર્ડ મળી આવ્યું હતું તેમાંથી જાણવા મળ્યું કે તેનું નામ કુલદીપ મિશ્ર હતું. કુલદીપ મિશ્રા એક પોલીસ કોન્સ્ટેબલ હતો.
પોલીસ પાસેથી જાણવા મળી રહ્યું છે કે તે ઉત્તરકાશીના થલ જિલ્લાના ગામનો રહેવાસી હતો. અકસ્માતની ઘટનાની જાણ મૃતક કોન્સ્ટેબલ કુલદીપ મિશ્રાના પરિવારજનોને થતા પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment on "રોડ ક્રોસ કરી રહેલા વ્યક્તિને બચાવવા જતા, વેગેનાર કાર અને બસ વચ્ચે થઈ જોરદાર ટક્કર, પોલીસ કોન્સ્ટેબલ સહિત 4 લોકોના મૃત્યુ…"