મિત્રો અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામની આસપાસ છેલ્લા ચાર દિવસથી સિંહોના આટાફેરા ખૂબ જ વધી ગયા છે. જેના કારણે ગામના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે ગઈકાલે ગામની અંદર આટાફેરા કરી રહેલા એક સિંહે આરામ કરી રહેલા વાછરડાને પોતાનો શિકાર બનાવ્યો છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા જ ગામના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ચિતાની જેમ છલાંગ લગાવીને સિંહ વાછરડાનો શિકાર કરે છે. આ સમગ્ર શિકારના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે સિંહ ગણતરીની સેકન્ડમાં જ છલાંગ લગાવીને વાછરડાનો શિકાર કરે છે અને વાછરડાને મોઢામાં દબોચીને દૂર ખસેડી જાય છે.
આરામ કરી રહેલા વાછરડાનો સિંહે છલાંગ લગાવીને કર્યો શિકાર, શિકારના દ્રશ્યો જોઈને રુવાટા બેઠા થઈ જશે – જુઓ લાઈવ શિકારનો વિડીયો pic.twitter.com/Z6OWQv2BF9
— GUJJU ROCKZ (@gujju_rockz) September 24, 2022
મિત્રો તમને જણાવી દઈએ કે અમરેલી જિલ્લાના ઝેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં અનેકવાર સિંહ શિકારની શોધમાં ગ્રામ્ય વિસ્તારમાં અથવા તો શેરી વિસ્તારમાં આટા ફેરા મારતા જોવા મળતા હોય છે. તમને જણાવી દઈએ કે રાજુલાના વાવડી ગામમાં ત્રણ દિવસ પહેલા એક સિંહણે 15 વર્ષના બાળકનો શિકાર કર્યો હતો.
ત્યારે જાફરાબાદના લોઠપુરમાં સિંહ એક વાછરડાનો શિકાર કર્યો હતો જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, વાછરડું આરામ કરી રહ્યું હોય છે ત્યારે સિંહ પાછળથી દોઢ મૂકીને છલાંગ લગાવે છે અને વાછરડાનો શિકાર કરે છે.
ત્યારબાદ સિંહ વાછરડાને પોતાના મોઢામાં દબોચીને દૂર લઈ જાય છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો.
આવી ઘટના પહેલી વાર નથી બની. આ પહેલા પણ આ વિસ્તારોમાં અનેક વખત આવી ઘટનાઓ બની ગઈ છે. અમરેલીના શેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ અને સિંહણ અનેક વખત ખોરાક અથવા તો પાણીની શોધમાં ગ્રામ્ય વિસ્તારમાં અથવા તો શહેરી વિસ્તારમાં ધુસી આવતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment