મિત્રો કન્યાદાન પછી અંગદાનને સૌથી મોટું દાન માનવામાં આવે છે. ત્યારે બ્રેઈનહેમરેજ બાદ બ્રેનડેડ થયેલી વલસાડની યુવતીના અંગનું પરિવારજનો એ દાન કરીને પાંચ લોકોને નવું જીવનદાન આપ્યું છે. મૃત્યુ પામેલી યુવતી એક શિક્ષિકા હતી. પરિવારના લોકોએ દીકરીની બંને કિડની, લીવર અને બંને આંખો દાન કરીને પાંચ વ્યક્તિઓને નવું જીવનદાન બક્ષીને માનવતાની મહેક ફેલાવીને સમાજની એક નવી દિશા બતાવી છે.
વલસાડ-નાનકડાવાડ નંદનવરે પાર્કની સામે રહેતી 27 વર્ષ પલક તેજસભાઈ ચાંપાનેર નામની યુવતી ધરમપુરની મોર્ડન સરકારી શાળામાં પ્રવાસી શિક્ષિકા હતા. 11 સપ્ટેમ્બર ના રોજ લગભગ રાત્રે 11:30 ની આસપાસ માથાનો દુખાવો અને ઉલટીઓ થઈ હતી. તેથી પરિવારના લોકો પલકને તાત્કાલિક વલસાડમાં આવેલ કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.
જ્યાં બ્રેઈન હેમરેજ નિદાન થયું હતું. જેથી 12 તારીખ ના રોજ પલકને ત્યાંથી સુરતની કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં નાના મગજની નસ ફાટી જતા મગજમાં ગાંઠ હોવાનું નિદાન થયું હતું. ત્યારે 20 સપ્ટેમ્બરના રોજ પલકની બ્રેનડેડ જાહેર કરી હતી.
ત્યારબાદ ડોનેટલાઇફની ટીમે પરિવારની સમતિ બાદ સોટોને સંપર્ક કરી કિડની અને લીવરના દાન ઉપલબ્ધ કરાવ્યું હતું. પલકના પતિએ જણાવ્યું કે, અમે વારંવાર વર્તમાન પત્રોમાં અંગદાન ના સમાચાર વાંચતા હતા. ત્યારે મારી પત્ની પલક મને કહેતી હતી કે આ એક ઈશ્વરીય કાર્ય છે.
દરેક વ્યક્તિએ પોતાના બ્રેનડેડ સ્વજનના અંગોનું દાન કરવું જોઈએ જેના કારણે અન્ય લોકોને નવું જીવન મળી શકે. અંગદાનમાં મેળવવામાં આવેલી એક કિડની સુરતના 43 વર્ષીય વ્યક્તિમાં અને બીજી કિડની સુરતના 35 વર્ષીય વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે.
જ્યારે દાનમાં મળેલું લીવર વડોદરાના 65 વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પિટલ ના તબીબો દ્વારા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દાનમાં મળેલી બંને આંખોનું ટ્રાન્સપ્લાન્ટ જરૂરિયાત મંદ દર્દીઓમાં કિરણ હોસ્પિટલમાં કરવામાં આવશે. પલકના પરિવાર અંગદાન કરીને સમાજમાં એક માનવતાની મહેક ઊભી કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment