એક બેકાબૂ કારે રસ્તા પર ઉભેલા પોલીસ કોન્સ્ટેબલને લગાવી જોરદાર ટક્કર, ત્યારબાદ બન્યું એવું કે…અકસ્માતનો વિડીયો જોઈને રુવાડા બેઠા થઈ જશે…

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે હિટ એન્ડ રનની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક હિટ એન્ડ રનની ઘટનાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક કાર ચાલક એક પોલીસ કોન્સ્ટેબલને જોરદાર ટક્કર લગાવીને ઘટના સ્થળેથી ફરાર થઈ જાય છે. આ ઘટના 17 સપ્ટેમ્બર ના રોજ બની હતી.

પરંતુ તેનો વિડિયો સોમવારના રોજ રાત્રે સામે આવ્યો હતો. આ ગંભીર ઘટના મધ્યપ્રદેશના ભોપાલમાં બની છે. અહીં એક કાર ચાલકે એક કોન્સ્ટેબલને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કોન્સ્ટેબલ ગંભીર રીતે ઈજા ગ્રસ્ત થયો હતો અને તેના શરીરમાં અનેક ફેક્ચર થયા છે. જ્યારે તેની સાથે ઉભેલા અન્ય ત્રણ લોકો યોગ્ય સમયે કારથી દૂર ચાલ્યા ગયા તેથી તેમનો જીવ બચી ગયો હતો.

આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસ કોન્સ્ટેબલને ટક્કર લગાવવા બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ પોલીસે મંગળવારના રોજ કારના નંબરના આધારે કારના ડ્રાઇવરની ધરપકડ કરી હતી. ઈજાગ્રસ્ત થયેલા કોન્સ્ટેબલના સાથી મિત્રોએ જણાવ્યું કે, રાત્રિના બાર વાગ્યા હતા. હું અને ધર્મરાજ નારાયણ નગરથી બાગસેવાનિયા પોલીસ સ્ટેશન તરફ આવી રહ્યા હતા.

અમે બાઈક ઉપર હતા. ત્યારે બે લોકો ઉપર અમારી શંકાસ્પદ નજર પડી હતી. અમે તેઓની પૂછપરછ કરી. ત્યારે એવું સામે આવ્યું કે બંને એરપોર્ટના CISF જવાન છે. ત્યારે અમે તેમની સાથે વાતચીત કરી રહ્યા હતા. હું બાઈક પર બેઠો હતો અને ધર્મરાજ તેમની સાથે વાતચીત કરી રહ્યો હતો. ત્યારે અચાનક જ મારા ચહેરા પર લાઈટનો પ્રકાશ પડે છે.

મેં સામે જોયું તો પૂરપાટ ઝડપે આવી રહેલી એક કાર મારી તરફ આવી રહી હતી. જેથી હું તરત જ બાઈક ઉપર થી ઉતરીને ઉડી ગયો અને અન્ય બે લોકો પણ મારી સાથે દૂર ભાગ્યા. પરંતુ ધર્મરાજ ને તારે જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ધર્મરાજ 15 ફૂટ દૂર જઈને પડ્યો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ કારચાલક ઘટના સ્થળે જ કાર મૂકીને ફરાર થઈ ગયો હતો.

આ ઘટનામાં ધર્મરાજ બેભાન થયો હતો. તેથી અમે તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી પરંતુ ધર્મરાજની શરીરમાં અનેક ફેક્ચર આવ્યા છે. હાલમાં ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને ભલભલા લોકોના શ્વાસ અધર થઈ ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*