મિત્રો આજથી થોડાક દિવસ પહેલા અમદાવાદમાં એક ખૂબ જ મોટી દુર્ઘટના બની હતી. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલી એસ્પાયર-2 બિલ્ડિંગમાં બાંધકામ ચાલુ હતું. ત્યારે સાડા નવ વાગ્યાની આસપાસ અચાનક જ લિફ્ટ તૂટતા ત્યાં કામ કરી રહેલા 8 મજૂરો ઉપરથી નીચે પડ્યા હતા.
આ ઘટનામાં 7 મજૂરોના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા. સમગ્ર ઘટના બન્યા બાદ બિલ્ડીંગનો માલિક ફરાર થઈ ગયો હતો. ઘટના બન્યા બાદ આ ઘટનાની માહિતી પોલીસને કે ફાયર વિભાગની ટીમને આપવામાં આવી ન હતી. પરંતુ મીડિયા પાસેથી ફાયર વિભાગની ટીમને આ ઘટનાની જાણ થઈ હતી.
જ્યારે આ ઘટના બની ત્યારે ચારે બાજુ ભારે ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનામાં એક પરિવાર ઉપર દુઃખના પહાડે તૂટી પડ્યા છે. કારણ કે આ પરિવારના એક દીકરા અને એક ભત્રીજાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એક જ ઝાટકામાં પરિવારે 20 વર્ષના બે જુવાનજોધ દીકરા ગુમાવ્યા છે.
આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હજુ પણ પરિવારના આસો સુકાયા નથી. આ ઘટનામાં મૃત્યુ પામેલા સંજયભાઈ બાબુભાઈ નાયક અને અશ્વિનભાઈ સોમાભાઈ નાયક એક જ પરિવારના દીકરા છે. એક જ પરિવારમાં એક સાથે બે દીકરાની અર્થી ઉઠતા ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો.
મૃત્યુ પામેલા બંનેની ઉંમર 20 20 વર્ષની હતી. મૃત્યુ પામેલા વ્યક્તિઓમાંથી ચાર લોકો પંચમહાલ જિલ્લાના ઘોઘંબાના વાવ ગામના રહેવાસી હતા. તો બે મૃતક દેવગઢ બારિયાના વિરોલ ગામના રહેવાસી હતા. આ તમામ લોકો ગામમાંથી રોજગારી મેળવવા માટે અમદાવાદ શહેર આવ્યા હતા.
મિત્રો આ ઘટના બની ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. આ ઘટનામાં સાત લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જેના કારણે છ હસતા ખેલતા પરિવાર વિખરાઈ ગયા છે. આ પરિવાર આર્થિક રીતે પણ પડી ભાંગ્યા છે. હવે આ ઘટનાનો શું ચુકાદો આવે છે તે જોવાનું રહ્યું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment