મિત્રો સોશિયલ મીડિયામાં અમુક લોકો અમુક એવા ફોટા કે પોસ્ટ મૂકતા હોય છે. જેના કારણે તેઓ ચર્ચાનો વિષય બની જતા હોય છે. હાલમાં તો ટીવી શો ‘દિયા ઓર બાતી હમ’ પ્રેમ અભિનેત્ર કનિષ્કા સોની ચર્ચામાં ચાલી રહી છે. આ અભિનેત્રીએ કેટલા દિવસો પહેલા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે, તેણે પોતાની જાત સાથે જ લગ્ન કરી લીધા છે.
આ અભિનેત્રીએ પોતાના માંગમાં સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર પહેરેલો ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો. આ ફોટો વાયરલ થતા જ અભિનેત્રી ચારે બાજુ ચર્ચાનો વિષય બની ગઈ હતી. લોકો કોમેન્ટ બોક્સમાં પોત પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા હતા. એટલું જ નહીં પરંતુ આ ફોટા ને લઈને અભિનેત્રી ઘણી બધી ટ્રોલ પણ થઈ હતી. જેનો તેણે લોકોને જવાબ પણ આપ્યો છે.
મિત્રો થોડાક સમય પહેલા જ અભિનેત્રીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. જેવો પુરુષને બદલે પોતાની જાત સાથે લગ્ન કરવાના તેના નિર્ણય પર સવાલ ઉઠાવી રહ્યા હતા. તે લોકોને અભિનેત્રીએ જવાબ આપતા કહ્યું કે, હું જાણું છું કે તમે લોકો મારા સેલ્ફ મેરેજના નિર્ણય પર ઘણા બધા સવાલો ઉઠાવી રહ્યા છો. હું તો ભારતીય સંસ્કૃતિમાં ખરેખર વિશ્વાસ કરું છું અને અહીં મારી pov છે, તેથી મેં એકાંતમાં રહેવાનું પસંદ કર્યું.
મિત્રો તમને બધાને જણાવી દઈએ કે અભિનેત્રીએ 6 ઓગસ્ટના રોજ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો શેર કરીને કેપ્શન માં લખ્યું હતું કે, મેં મારી જાત સાથે લગ્ન કર્યા છે. કારણ કે મેં મારા બધા સપના એકલા સાકાર કર્યા છે. હું જેને પ્રેમ કરું છું તે એક માત્ર વ્યક્તિ હું જ છું. હું હંમેશા એકાંતમાં ખુશ રહું છું, મારા ગિટાર સાથે એકલી રહું છું.
અભિનેત્રીએ વધુમાં જણાવ્યું કે, ઘણા બધા લોકો મને પૂછી રહ્યા છે કે હું શારીરિક સંબંધ કોની સાથે બાંધીશ. આ વાત પર તેમને પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, વિજ્ઞાન અને ટેકનોલોજી ઘણી બધી પ્રગતિ કરી રહી છે અને હવે સ્ત્રીને શારીરિક સંબંધ બાંધવા માટે પુરુષની જરૂર નથી.
આટલું જ નહીં પરંતુ અભિનેત્રીએ પોતાના વીડિયોમાં પોતાની જાત સાથે લગ્ન કરવા વિશે કહ્યું હતું કે, હું ગુજરાતના રૂઢિચુસ્ત પરિવાર સાથે સંબંધ રાખું છું. લગ્ન કરવાનું હંમેશા મારું સપનું હતું. પરંતુ હું મારા જીવનમાં ક્યારેય એવી વ્યક્તિને મળી નથી કે જે તેના શબ્દ પર અડાગ રહે.
મેં ઘણા બધા એવા પુરુષો જોયા છે જે બોલે છે તે કરતા નથી. જેથી મારું માનવું છે કે હું મારું બાકીનું જીવન એક માણસ વિના જીવી શકો છો. હું પોતે કમાતી હોય તો મારે માણસની કોઈ જરૂર નથી. હું સ્વતંત્ર છું. આ ઉપરાંત અભિનેત્રીએ બીજું ઘણું બધું લખ્યું હતું. હાલમાં આ અભિનેત્રી ખૂબ જ ચર્ચાનો વિષય બની ગઈ છે અને તેમની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર લોકો અવારનવાર સવાલ પૂછી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment