ગુજરાતના મસીહા કહેવાતા ખજૂર ભાઈ ને તો તમે ઓળખતા જ હશો.આજે તેઓએ સૌ કોઈના દિલમાં પોતાનું અનોખું સ્થાન બનાવી દીધું છે. ખજૂર ભાઈ આજે સૌ કોઈ જરૂરિયાત મંદ લોકોની મદદ કરીને માનવતાનો ઉત્તમ ઉદાહરણ સમાજ સામે પૂરું પાડી રહ્યા છે, ત્યારે ખજૂર ભાઈ એ નાના બાળકોથી લઈને વૃદ્ધ ઘરડા લોકોના દિલમાં સ્થાન લઈ લીધું છે.
હાલ તો તેમણે એક એવું કાર્ય કર્યું છે કે ફરીથી તેઓ ચર્ચામાં આવ્યા છે, ત્યારે વાત જાણે એમ છે કે ખજૂર ભાઈ પોતાની ગાડીમાં વાલરાડી ગામે જઈ રહ્યા હતા કે જ્યાં એક દાદા વર્ષોથી પેરાલીસીસ થી પીડાઈ રહ્યા છે. જેવું સરખું ચાલી પણ શકતા નથી અને તેમને બે દીકરીઓ છે કે જેમનો અભ્યાસ બંધ કરીને.
તેઓ હાલ પોતાના પિતાની સેવા કરી રહ્યા છે. આ વાતની જાણ થતા ખજૂર ભાઈ તેમના પરિવારને મળવા જઈ રહ્યા હતા.તે દરમિયાન રસ્તામાં એક કૂતરો મૃત અવસ્થામાં પડ્યો હતો. જેને જોઈને ખજૂર ભાઈ એ તરત પોતાની ગાડી થંભાવી દીધી અને સ્થાનિક લોકો જોડે પાવડો મંગાવી.
રોડની બાજુમાં ખાડો કર્યો અને ત્યાં કૂતરાને ઊંચકીને એક ખાડામાં સમાધિ આપી દીધી તેને ફરીવાર ખજૂર ભાઈએ આવો જીવ દયા નું કાર્ય કરીને સમાજ સામે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.તેમના વિશે કહીએ એટલું ઓછું પડે. ખજૂર ભાઈ માનવતાની સાથે સાથે જીવદયાપ્રેમ પણ દાખવી રહ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે પશુ પક્ષી હોય એ દરેકની મદદ કરવા માટે ખજૂર ભાઈ હંમેશા તત્પર રહ્યા છે.
અને લોકોને વિનંતી કરી હતી કે ચોમાસાની ઋતુમાં કોતરા ખૂબ જ કન્ફ્યુઝ થઈ જતા હોય છે કે માથામાં વરસાદના ટીપા પડવાથી કે તરત એને કંઈ દેખાતું નથી અને અંતે તેઓ મોતને ભેટતા હોય છે. ખજૂર ભાઈ હાલ તો ખજૂર ભાઈ આવા માનવતાના કાર્ય કરીને પુણ્યનું કામ પણ કરી રહ્યા છે. નિતીન જાની ઉર્ફે ખજૂર ભાઈ આજે સૌ કોઈના મુખે ચર્ચા રહ્યા છે.
તેનો એકમાત્ર કારણ છે તેઓની મદદ કરવાની ભાવના! મદદ કરવાની ભાવના સૌ કોઈ મા નથી હોતી પરંતુ આજના આ સમયમાં પણ તેઓ અન્ય લોકો વિશે વિચારે છે એ જ મહત્વનું છે. ખજૂર ભાઈ ને કેટલાય વૃતોના આશીર્વાદ મળે છે તો કેટલાય લોકોનો પ્રેમ આજ કારણ છે કે તેઓ હંમેશા લોકોને મદદ માટે તત્પર રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment