મિત્રો રાતોરાત સેલિબ્રિટી બની ગયેલા કમાભાઈને ગુજરાતના લોકો જ નહીં પરંતુ દેશ વિદેશના લોકો પણ ઓળખવા લાગ્યા છે. મિત્રો આજથી થોડા દિવસો પહેલા જે કમાને કોઈ બોલાવતું પણ ન હતું. આજે તે કમા ને જોવા માટે લાખોની સંખ્યામાં લોકો ડાયરામાં અને કાર્યક્રમમાં ઉપસ્થિત થાય છે.
મિત્રો હાલમાં તો સોશિયલ મીડિયામાં જ્યાં જુઓ ત્યાં કમો જ દેખાઈ રહ્યો છે. કમાભાઈને ફેમસ કરવામાં કિર્તીદાન ગઢવીનો સૌથી મોટો હાથ છે. કિર્તીદાન ગઢવીએ પોતાના એક ડાયરામાં કમાનું સન્માન કર્યું હતું અને કમાએ કિર્તીદાન ગઢવીના ગીત પર એક અનોખો ડાન્સ કર્યો હતો. ત્યારબાદ કમાના ભાગ્ય ખુલી ગયા હતા.
પછી કમો સોશિયલ મીડિયામાં એટલો વાયરલ થયો કે હવે તો ગુજરાતના કોઈપણ ખૂણામાં કાર્યક્રમ કે ડાયરો હોય ત્યાં કમાની હાજરી ફરજિયાત બની ગઈ છે. આટલું જ નહીં પરંતુ હવે કમો દુકાનના ઉદ્ઘાટનમાં પણ મહેમાન બનીને જાય છે. તમે સોશિયલ મીડિયામાં દરરોજ કમાણા ઘણા અવારનવાર વાયરલ થયેલા વિડીયો જોતા હશો.
મિત્રો તમે ખાલી કમાને ફક્ત કમા નામ તરીકે જ ઓળખતા હશો. પરંતુ તમે કમાણા જીવનની ઘણી અનોખી વાતો નહીં જાણતા હોવ. તો ચાલો આજે આપણે કમાના જીવનની કેટલીક અનોખી વાતો જાણવાના છીએ. કમો મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણા તાલુકાના કોઠારીયા ગામનો વતની છે.
કમાનુ આખું નામ કમલેશ નરોત્તમભાઈ નકુંભ છે. મિત્રો કમો બાળપણથી જ દિવ્યાંગ છે. કમા ના ઘરની વાત કરીએ તો તેના ઘરમાં તેના માતા પિતા અને ભાઈ છે. પરંતુ કમો પોતાના ઘરે રહેતો ન હતો તે કોઠારીયા ગામમાં આવેલા રામ રોટી અન્નક્ષેત્ર આશ્રમમાં રહેતો હતો. કમાને નાનપણથી જ રામામંડળ અને ડાયરાનો ખૂબ જ શોખ છે. કમાને ગાવાનો પણ ખૂબ જ શોખ છે.
કમાના માતા-પિતા પાસેથી કમા વિશે ઘણી અનોખી વાતા જાણવા મળી છે. કમાના માતા પિતા પાસેથી જાણવા મળ્યું કે, કમો જ્યારે નાનો હતો ત્યારે તેને ડોક્ટરને બતાવવામાં આવ્યો હતો. ત્યારે ડોક્ટરે કમાની તપાસ કરીને જણાવ્યું હતું કે, કમો માનસિક રીતે સમક્ષ નથી. ડોક્ટરે જણાવ્યું હતું કે, કમાને નાનપણથી જ ભક્તિ અને ભજનમાં ઊંડો રસ રહેશે.
જેના કારણે કમાને રામામંડળ અને ડાયરા ખૂબ જ ગમે છે. મિત્રો તમને ખબર જ હશે કે ડાયરામાં જ્યારે હવે કમાની એન્ટ્રી પડે ત્યારે લોકો તેના ઉપર ઢગલાબંધ રૂપિયા ઉડાવે છે. પરંતુ આ રૂપિયા માંથી એક પણ રૂપિયો કમો ઘરે લઈ જતો નથી. ડાયરામાં ભેગા થયેલા તમામ રૂપિયા કમો કોઠારીયા ગામની ગૌશાળામાં દાન કરી દે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment