હાલમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. આ ઘટનામાં એક માતાએ બાળકને જન્મ આપ્યો હતો. જોકે બાળકનો જન્મ થતા જ તેનું મૃત્યુ નીપજ્યું હતું. જેના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયું હતું.
બાળકના જન્મ બાદ માતાની તબિયત લથડી ગઈ હતી અને હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન માતાનું પણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના વાસદા તાલુકાના સીતાપુર ગામમાં બની હતી. અહીં એક મહિલાને ડીલેવરી નો દુખાવો ઉપાડતા તેને હનુમાનબારી ખાતે આવેલી ક્રિષ્ના હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
અહીં મહિલાએ એક બાળકને જન્મ આપ્યો હતો. પરંતુ જન્મતા જ બાળકનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ મહિલાનો રક્તસ્ત્રાવ વધુ થતા તેને વધુ સારવાર માટે વલસાડની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અહીં સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મહિલાનું પણ મૃત્યુ નીપજ્યું હતું.
આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયું હતું. શંકાસ્પદ રીતે મહિલાનું મૃત્યુ થતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃત્યુ પામેલી મહિલાનું નામ આરતી યોગેશભાઈ ચૌધરી હતું. શનિવારના રોજ આરતીબેનને હનુમાનબારી ગામે આવેલી ક્રિષ્ના હોસ્પિટલમાં ડીલેવરી માટે દાખલ કરવામાં આવ્યા હતા.
ત્યાં સવારના સમયે આરતી બેહેને બાળકને જન્મ આપ્યો હતો. પરંતુ બાળકનું જન્મતાજ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. ત્યારબાદ આરતીબેનને રક્તસ્ત્રાવ થતા ડોક્ટરે તેમને વલસાડ લઈ જવાની સલાહ આપી હતી.
ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં આરતીબેન અને વલસાડની સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. અહીં તેઓ 10.40 વાગ્યાની આસપાસ પહોંચ્યા હતા અને 10.45 કલાકે ડોક્ટરે આરતી બહેનને મૃત જાહેર કર્યા હતા. એક જ દિવસે એક જ પરિવારના બે લોકોના મૃત્યુ થતાં પરિવારના લોકો સહિત ગામના લોકોમાં પણ માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment