મિત્રો ગઈકાલે દેશમાં ગણપતિ વિસર્જનના દિવસે અનેક જગ્યાએ ઘણી દુર્ઘટનાઓ બની છે. ગણપતિ બાપાનું વિસર્જન કરવા જતાં કેટલાય લોકો નદીમાં તણાઈ ગયા છે અને ડૂબી જવાના કારણે કેટલાય લોકોના મૃત્યુ થયા છે. મળતા અહેવાલ મુજબ અત્યાર સુધીમાં 16 જેટલા લોકોના વિસર્જનના દિવસે મૃત્યુ નીપજ્યા છે.
મળતી માહિતી અનુસાર શુક્રવારના રોજ વિસર્જનના દિવસે હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ડૂબી જવાના કારણે ઓછામાં ઓછા 16 લોકોના મૃત્યુ થયા છે. મળતી માહિતી અનુસાર હરિયાણાના મહેન્દ્રગઢ, રેવાડી અને સોનીપતમાં ગણેશ વિસર્જનના દિવસે સાત લોકોના ડૂબી જવાના કારણે મૃત્યુ નીપજ્યા છે.
આ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં અલગ અલગ જગ્યાએ લગભગ 9 જેટલા લોકોના મૃત્યુ નીપજ્યા છે. આ ઘટનાઓ બનતા જગ ગઈ કાલે અનેક હસતા ખેલતા પરિવારો વિખરાઈ ગયા છે. મળતી માહિતી અનુસાર મહેન્દ્રગઢ માં ગણપતિ વિસર્જન દરમિયાન પાણીના જોરદાર પ્રવાહના કારણે નવ જેટલા લોકો પાણીમાં તણાયા હતા.
આ ઘટના બનતા જ આસપાસના લોકો, પોલીસ અને SDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા. આ ઘટના શુક્રવારના રોજ સાંજના સમયે બની હતી.
આ ઘટનાની જાણ થતા જ હરિયાણાના સીએમ મનોહર લાલે દુબે એ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. મિત્રો હરિયાણા અને ઉત્તર પ્રદેશ સિવાય દેશના અનેક રાજ્યોમાં આવી ઘટનાઓ બની છે. અને ઘણા બધા લોકોએ ગઈકાલે પોતાના જીવ ગુમાવ્યા છે.
મહેન્દ્રગઢ માં બનેલી ઘટનાના કારણે મૃતકોના પરિવારજનોમાં માતમ છવાઈ ગયું હતું. આ ઉપરાંત સોનીપતમાં ગણેશ વિસર્જન દરમિયાન બે યુવકો ડૂબ્યા હતા. બંને યુવકો યમુના નદીમાં દાદાની મૂર્તિનું વિસર્જન કરી રહ્યા હતા. બંનેમાંથી એક પણ ને તરતા આવડતું ન હતું. છતાં પણ બંને ઊંડા પાણીમાં ચાલ્યા ગયા હતા અને તેઓ બંને ડૂબી ગયા હતા. જેથી બંનેના મૃત્યુ નીપજે આવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment