આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાણી મીડિયા સમક્ષ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે ગુજરાતની રાજનીતિમાં ખૂબ જ સકારાત્મક બદલાવી રહ્યા છે અને આ બદલાવ માટે આમ આદમી પાર્ટીને મળતો જન સમર્થન જવાબદાર છે. એના કારણે ભાજપ દ્વારા સમાજની પાર્ટીને રોકવાનો ભરપૂર પ્રયાસ કરવામાં આવ્યો છે અને
મારા પર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો તેઓ તેમને આક્ષેપ પણ લગાવ્યો છે અને મારા પર ખોટી FIR દાખલ કરવામાં આવી છે તેવું પણ તેઓએ જણાવ્યું હતું.આમ આદમી પાર્ટીના પોસ્ટર બેનર ફાડી નાખવામાં આવ્યા હોય એવી પણ ઘટનાઓ ઘટી ચૂકી છે. અરવિંદ કેજરીવાલ ગુજરાતના લોકોને જે ગેરેન્ટીઓ આપી રહ્યા છે ગેરંટીઓને ગુજરાતની જનતાએ વધાવી લીધી છે અને બધી બાબતોથી ભાજપની ઊંઘ પણ ખરાબ થઈ ગઈ છે.
અરવિંદ કેજરીવાલ દરેક સમાજ જાતિ ધર્મના લોકોને ધ્યાનમાં રાખીને ગેરંટીઓની ઘોષણા કરી છે. આદિવાસી સમાજ માટે અરવિંદ કેજરીવાલ ખાસ મહત્વપૂર્ણ ઘોષણાઓ કરી છે અને એના જ કારણે છેલ્લા ઘણા સમયથી આદિવાસી સમાજ પ્રભુત્વ વાળા વિસ્તારોમાં આમ આદમી પાર્ટીનું સ્તર વધી રહ્યું છે. આખા ગુજરાતની સાથે સાથે આદિવાસી
સમાજને લોકોએ પૂરેપૂરો વિશ્વાસ આવી ગયો છે કે ગુજરાતમાં ફક્ત આમ આદમી પાર્ટી જેવી પાર્ટી છે તેવું મનોજ સોરઠીયા જણાવ્યું હતું.તેઓએ વધુમાં જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીના વડોદરાના ભૂતપૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય અને ભૂતપૂર્વ વડોદરા જિલ્લા આદિવાસી મોરચા પ્રમુખ અશોકભાઈ ગોવિંદભાઈ વસાયા આજરોજ આમાંથી પાર્ટીમાં
જોડાયા છે ને અશોકભાઈ હંમેશા આદિવાસી ના અધિકાર અને વિકાસ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા દ્વારા ભારતીય જનતા પાર્ટીના વડોદરા ના ભૂતપૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય અને ભૂતપૂર્વ વડોદરા જિલ્લાના આદિજાતિ મોરચાના પ્રમુખ અશોકભાઈ ગોવિંદભાઈ વસાવા અને આમ આદમી પાર્ટીની ટોપી અને ખેસ પહેરાવીને આમ આદમી પાર્ટીમાં જોડિયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment