ગુજરાત રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે થોડા દિવસો પહેલા ભાદરવી પૂનમના દિવસે અંબાજી જઈ રહેલા કેટલાક ભક્તોને રસ્તામાં અકસ્માત નડ્યો હતો. આ ઘટના બનતા આજે ચારેય બાજુ માતમ છવાઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર કલોલનો સંઘ ભાદરવી પૂનમના દિવસે અંબાજી દર્શન કરવા માટે નીકળ્યો હતો.
ત્યારે રસ્તામાં કેટલાક પદયાત્રીકો ઠાક ખાવા માટે રોડની સાઈડમાં બેઠા હતા અને કેટલાક લોકો આગળ વધી રહ્યા હતા. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવતી ઈનોવા કારે કેટલાક યાત્રિકોને અડફેટમાં લીધા હતા. આ ઘટનામાં સાત જેટલા પદયાત્રીઓના કરુણ મૃત્યુ નીપજ્યા હતા. આ ઉપરાંત નવ જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
આ ઘટના બન્યા બાદ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ સમગ્ર ઘટના બનતા જ ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો. મૃતકના પરિવારજનોને આ વાતના સમાચાર મળતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
જ્યારે મૃત્યુ પામેલા લોકોની અંતિમયાત્રા કાઢવામાં આવી ત્યારે આખું ગામ ચડ્યું હતું. અંતિમયાત્રામાં હાજર તમામ લોકો રડી પડ્યા હતા. આ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો તેમની અંતિમયાત્રામાં જોડાયા હતા. મિત્રો આ ગંભીર અકસ્માતની ઘટનામાં અલાલી ગામના બે યુવકોના મૃત્યુ નિપજ્યા હતા.
જ્યારે તેમના મૃતદેહ એમ્બ્યુલન્સના મારફતે ગામમાં લાવવામાં આવ્યા ત્યારે ગામમાં સુમકાર વાતાવરણ ફેલાઈ ગયું હતું. તેના મૃત્યુના કારણે આખું ગામ રડી પડ્યું હતું. મૃત્યુ પામેલા બંને યુવકો અપરણિત હતા અને છેલ્લા દસ વર્ષથી બંને અંબાજી ભાદરવી પૂનમના દિવસે ચાલીને જતા હતા. આ ઘટના બનતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
મિત્રો તેમના મૃત્યુ પહેલાના કેટલાક ફોટા પણ સોશિયલ મીડિયામાં હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર ઇનોવા કારનો ડ્રાઇવર સતત 20 કલાકથી કાર ચલાવી રહ્યો હતો. તેને સરખી ઊંઘ ન મળતા તેને સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment