વૈષ્ણોદેવીના દર્શન કરીને ઘરે પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને રસ્તામાં નડયો અકસ્માત, 5 વર્ષના બાળકનું મૃત્યુ, 16 લોકો ઇજાગ્રસ્ત…જુઓ CCTV ફૂટેજ

મિત્રો આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક 5 વર્ષના બાળકે પોતાનું જીવન ગુમાવ્યો છે. 16 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર માં વૈષ્ણોદેવીના દર્શન કરીને પોતાના ઘરે પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને કટરા નજીક ભયંકર અકસ્માત નડ્યો હતો.

આ ગંભીર અકસ્માતની ઘટનામાં એક પાંચ વર્ષના માસુમએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે 16 જેટલા યાત્રીઓ ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર 30 ઓગસ્ટ મંગળવારના રોજ સાંજે સ્લીપર કોચ બસ કટારાથી શ્રદ્ધાળુઓને લઈને જમ્મુ માટે રવાના થઈ હતી.

ત્યારે કટારા જમ્મુ રોડ પર કટારાથી લગભગ બે કિલોમીટર દૂર કાટમાલ વિસ્તારમાં શનિ મંદિર પાસે અચાનક બસ ડ્રાઈવર સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે બસ રોડની સાઈડમાં ઊભેલી એસટી બસ સાથે અથડાવીને પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે રોડ પર ઉભેલી એસટી બસ પણ પલટી ખાઈ ગઈ હતી.

આ ઘટના બનતા જ બસમાં શ્રવણ શ્રદ્ધાળુઓ ચીસો પાડવા લાગ્યા હતા. આ ઘટનામાં બસમાં સવાર એક પાંચ વર્ષનો માસુમ બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ કારણોસર તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઉપરાંત 16 જેટલા લોકો આ અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટના બનતા આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી અકસ્માતની ઘટના બન્યા બાદ બસ ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ગંભીર અકસ્માતની ઘટનામાં ચાર લોકોની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેમને જમ્મુ રીફર કરવામાં આવ્યા છે.

સમગ્ર ઘટનાને પોલીસે બસ ચાલકની શોધખોળ શરૂ કરી દીધી છે. આ ગંભીર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાના વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજ માં તમે જોઈ શકો છો કે બસ કેવી રીતે જોત જોતામાં રોડની સાઈડમાં ઊભેલી બસ સાથે અથડાઈને પલટી ખાઈ જાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*